હત્યાનો ભેદ ઉકેલવા દરેક વિસ્તારમાં CCTV કેમેરા તેમજ આજુ બાજુના વિસ્તાર ખખોળતી ઉના, ગીર સોમનાથ પોલીસ
હત્યાનો ભેદ ઉકેલવા દરેક વિસ્તારમાં CCTV કેમેરા તેમજ આજુ બાજુના વિસ્તાર ખખોળતી ઉના, ગીર સોમનાથ પોલીસ
ઉનાના અંજાર રોડ પર આવેલા નદીના પટ્ટમાં આધેડ યુવાનનું પથ્થરના ધા મારી હત્યા કરી મોત નિપજાવ્યાંની સનસનીખેજ ઘટના બનતાં ઊના પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાન જીતુભાઈ કાનજીભાઈ બારોટના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલમાં પી એમ માટે ખસેડેલ હતો જ્યાં મૃતક યુવાનના પુત્ર આશિક કુમાર જીતુભાઈ બારોટની ફરીયાદ નોંધી આ હત્યાનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણાએ લોકલ પોલીસ, ડી સ્ટાફ તેમજ એલસીબી બ્રાન્ચ, એસોજી બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો બનાવી હત્યારાને શોધી કાઢવા દોડતાં કર્યા છે.
કરૂણ હત્યાના બનાવ અંગે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજા તેમજ ઊના વિભાગીય પોલીસ અધિકારી એમ એફ ચૌધરી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ સ્થળે નિરિક્ષણ કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાની એફ એસ એલ ટીમે પણ બનાવ સ્થળે પહોંચી નમુના લીધા હતાં. દરેક વિસ્તારના સીસી કેમેરા કુટેજ ચેક કર્યા હતાં તેમજ નદી વિસ્તારમાં અને આજુ બાજુના વિસ્તારમાં હત્યાનું પગેરું મેળવવા તપાસ ધમધમતી કરી છે. હત્યા સ્થળેથી મૃતક યુવાનનુ હીરો સસ્પેન્ડ બાઈક નંબર ૮૮૯૩ મળી આવ્યું હતું. બનાવની જાણ મૃતકના પુત્ર આશિક કુમાર બારોટને થતાં રાત્રિના સમયે મચ્છુ નદીના પટ્ટમાં પોતાના મિત્રો સાથે હાથ ટોચ લઈ દોડી ગયા હતા અને નદીના પટ્ટમાં મૃતક જીતુભાઈ કાનજીભાઈ બારોટનો મૃતદેહ શોધી પોલીસને જાણ કરી હતી.
હાલ ચકચારી હત્યા કેસમાં સમગ્ર જીલ્લા પોલીસની તમામ બ્રાન્ચ બનાવ સ્થળે હત્યા નિપજાવી નાશી છુટેલા અજાણ્યા શખ્શોની શોધખોળ કરી રહી છે. આ હત્યા પાછળ સ્ત્રી કારણભુત હોવાની ચર્ચા છે જેને ધ્યાને રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0