આંતરરાષ્ટ્રીય કક્ષાના રનીંગ ટ્રેક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જાળવણી અને સફાઈના અભાવે ખંઢેર હાલતમાં
આંતરરાષ્ટ્રીય કક્ષાના રનીંગ ટ્રેક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જાળવણી અને સફાઈના અભાવે ખંઢેર હાલતમાં
ઉપલેટામાં તાજેતરમાં લાખો અને કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત ઉપલેટા નગરપાલિકા દ્વારા રાજનેતાઓને રાજી રાખવા માટે અને ચૂંટણી બાદ નવી બોડી આવે તો માનીતા અધિકારીઓ અને કર્મચારીઓ બનીને રહેવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે પણ સરકારમાંથી મંજૂર થયેલા અને ઉપલેટા નગરપાલિકાએ ખર્ચ કરી ભૂતકાળમાં સક્રિય રાજનેતાઓ દ્વારા મંજૂર કરાવેલ, બનાવેલ અને લોકોના સુખાકારી માટે વિકસાવેલ સુખ સુવિધાઓ જે ઉપલેટામાં હાલ હયાત હોય તેવી ઉપલેટા નગરપાલિકા વિસ્તારની અને નગરપાલિકાની સંપત્તિને જાળવણી, સાફ-સફાઈ, સાર-સંભાળ માટે એક પણ ફદીયુ વાપરતી નહીં હોવાથી પ્રજા માટેની અમૂલ્ય અને પ્રજાના પૈસે બનેલી કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સંપત્તિઓ ખરાબ ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે જેમાં ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકની હાલત ખરાબ છે જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ખંઢેર અને ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે.
ઉપલેટા શહેરમાં વર્ષ ૨૦૧૯ માં આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા નગરપાલિકાને મળેલી ગ્રાન્ટને ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ તેમની બાજુમાં કોમ્પ્લેક્સ પણ બનાવાયેલ છે જેમાં આ સ્પોર્ટ કોમ્પ્લેક્સની હાલત જાળવણીના અભાવે, સાર સંભાળ ન લેવાતી હોવાને કારણે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ગંદકીઓ વધી રહી છે, દરવાજાઓ ખખડધજ થઈ રહ્યા છે તેમજ ઘણી બધી વસ્તુઓ આવારા તત્વો માટેનો અડ્ડો બની રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
આ ઉપરાંત ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલો અને ઉપલેટા નગરપાલિકા દ્વારા બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના રનીંગ ટ્રેકમાં મંજૂર થયેલા કામો નગરપાલિકા દ્વારા શરૂ ન કરવામાં આવતા કે પછી કોઈ જાણી જોઈને અંગત લાભ માટે અથવા તો વાદવિવાદ અને વિખવાદ માટે વિજ્ઞસંતોષી વ્યક્તિઓ દ્વારા કામ શરૂ ન થવા દેવા માટે પ્રયત્નો થતા હોય તેવી અનેક બાબતોને લઈને નાગરિકો, નગરજનો, વિદ્યાર્થીઓ અનેકો મુશ્કેલી અને તકલીફો ભોગવી રહ્યા છે જેમાં સૌથી વધુ તકલીફ આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકમાં થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાના બનેલા રનીંગ ટ્રેકમાં વર્ષોથી ઘણા કામો મંજૂર થયા છે જેમાં મંજુર થયેલા કામો જાણે કોઈ અંગત લાભ માટે અટકાવતા હોય અથવા તો વાદવિવાદના કારણે કામ શરૂ ન થવા દેવાના ઇરાદાથી કદાચ અમૂલ્ય સમાન સંપત્તિ ખરાબ ખંઢેર હાલતમાં થઈ રહી છે જેમાં રનિંગ ટ્રેકમાં મૂકવામાં આવેલ કુંડીના ઢાંકણા તૂટી ગયેલ હોવાથી ઘણા ખરા ચાલવા આવનાર લોકો તેમજ દોડવા આવનાર વ્યક્તિઓ વહેલી સવારે પડી રહ્યા હોય અને ઈજાગ્રસ્ત થઈ રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
અહીં કોઈપણ પ્રકારની લાઇટિંગ વ્યવસ્થા ન હોવાથી મહિલાઓ તેમજ વૃદ્ધ લોકોને અનેક તકલીફો તેમજ સુરક્ષાની બાબતે સંકટ જોવા મળે છે ત્યારે ઉપલેટામાં આ રનીંગ ટ્રેક ઉપર તાત્કાલિક અસરથી લાઈટ ફીટીંગનું કામ સી.સી.ટી.વી. કેમેરાનું કામ, સ્ટેજનું કામ, બેસવા માટેના બાંકડાઓ અને અહીં મૂકવામાં આવેલ કસરતના સાધનોની બાબતે તંત્રએ અધૂરા થયેલા કામ અને અધૂરા રહી ગયેલા કામને તાત્કાલિક અસરથી પુર્ણ કરવામાં ઓફિસોની બહાર નીકળી કાયદેસરની ડાયરીઓ લખવા માટેની જવાબદારીઓ નિભાવવી જોઈએ તે જરૂરી છે.
હાલમાં જેમ લાખો અને કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત કરી ચુંટણી બાદ રાજનેતાઓ અને પદાધિકારીઓના માનીતા અને મનપસંદ અધિકારીઓ અને કર્મચારીઓ બનવા માટેના થયેલા પ્રયત્નોની સાથે મંજુર થયેલા કામમાં તાત્કાલિક અસરથી ધ્યાન દઈ કામો પૂર્ણ કરાવવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે અને સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે ઉપલેટા નગરપાલિકાએ છેલ્લા બે વર્ષમાં કોઈપણ નવા કે સારા પ્રજાના હિત માટેના કામ ન કર્યા હોવાનું અને ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાઓ પણ ચૂંટણી સમયે શરૂ થઈ છે ત્યારે હવે નગરજનો ભ્રષ્ટાચારીઓને ચૂંટણીમાં ન પસંદ કરી લોકોના હિત માટેના કામો કરતા અને પ્રજાનું ભલું ઈચ્છતા અધિકારીઓ અને પદાધિકારીઓની પસંદગી કરી ભ્રષ્ટાચારીઓની ચાલી રહેલી ભરતીઓ બંધ કરાવી ભ્રષ્ટાચાર કરનારને કાયમી માટે ઘરે બેસાડી અથવા તો ભ્રષ્ટાચાર બદલ સજા મળે અને તપાસ થાય તે માટેની પણ ભારે ચર્ચા શરૂ થઈ છે ત્યારે જોવાનું એ રહ્યું કે, માનીતા અધિકારીઓ અને કર્મચારીઓ બનવા માટેની થઈ રહેલી તૈયારીઓમાં જાળવણી માટે કેટલી મજબુત અને પ્રમાણિત બને છે તે આવતા દિવસોની અંદર મતદાનમાં તેમજ મંજુર થયેલા કામમાં રસ દાખવવાના વિષય ઉપર ખ્યાલ આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0