ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ’ફૂડ વીથ મ્યુઝિક’નું નવલું નજરાણું
ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ’ફૂડ વીથ મ્યુઝિક’નું નવલું નજરાણું
રાજકોટમાં છેલ્લા 23 વર્ષથી અનેરૂં અર્વાચીન ડાંડીયા રાસનું આયોજન કરતા સહિયર ક્લબ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે પણ અર્વાચિન ડાંડીયા રાસનું ભવ્ય.આયોજન કરવામાં આવ્યું છે. સહિયર ક્લબ દ્વારા 2001માં સહિયર ક્લબના પ્રેસિડન્ટ સુરેન્દ્રસિંહ વાળા દ્વારા સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. સતત 23 વર્ષ સુધી સહિયર ક્લબ દ્વારા રંગીલા રાજકોટના લોકો મન મૂકીને રમી શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રાસોત્સવ માટે મોકળાશથી રમી શકાય તેવો વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવે છે. નવરાત્રી નવ દિવસની હોય છે પણ આ વર્ષે સહિયર દ્વારા 10 દિવસ સુધી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓની સુવિધા માટે રાસોત્સવના ગ્રાઉન્ડમાં મેડિકલની સુવિધા, એક એમ્બ્યુલન્સ, બે ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહેશે.
આ વર્ષે ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ’ફૂડ વીથ મ્યુઝિક’ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રસિદ્ધ સિંગર રાહુલ મહેતા, અપેક્ષાબેન પંડ્યા અને તેજસ શિશાંગીયા ધૂમ મચાવશે. સહિયર ક્લબ દ્વારા આંખ ઠરે તેવું સમગ્ર ગ્રાઉન્ડમાં નેટ ફ્લોરિંગવાળું મેદાન તૈયાર કરાયું, સહપરિવાર સાથે રાસ-ગરબામાં આનંદ માણી શકાય તેવી ખાસ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.
સમગ્ર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે ખૈલેયાઓ મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સરાઉઝિંગ લાઇનએર ઇફેક્ટ દ્વારા સમગ્ર ગ્રાઉન્ડમાં ખૈલેયાઓ રાસ-ગરબાની મજા માણી શકશે. એલઇડી લાઇટીંગ વ્યવસ્થા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. દર વર્ષની જેમ જ સજજડ સિક્યોરિટી માટે બાઉન્સરો ચુસ્ત વ્યવસ્થા જાળવશે. બાઉન્સરો દ્વારા ખૈલેયાઓને અને પ્રેક્ષકોને ચેક કર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. સહિયર ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્ડમાં અંદાજે 7 હજાર જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ માણી શકશે.
સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ખેલૈયાઓ પરંપરાગત પરિધાન સાથે રસોસ્તવમાં જોડાવા ખાસ અપીલ કરી છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠલ યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, ક્રિષ્નસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ, પ્રકાશ કણસાગરા , સમ્રાટ ઉદેશી, ક્રુણાલ મણિયાર , પિયુશ રૈયાણી , રાજવીરસિંહ ઝાલા , જગદીશ દેસાઈ , કરણ આડતીયા , દિવ્યરાજસિંહ જાડેજા , અભિષેક અઢિયા , પ્રતિક જટાણીયા, હિરેન ચંદારાણા, દિપકસિંહ જાડેજા, વિકી ઝાલા , રૂપેશ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા, શૈલેષ ખખ્ખર, યુવરાજસિંહ ચુડાસમા, વજુભાઈ ઠુમ્મર, જયદીપ રેણુકા, ભરત વ્યાસ, નીરવ પોપટ, ધવલ નથવાણી, નિલેશ ચિત્રોડા, અનીશ સોની, રાજેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેશ રામાણી, એહમદ સાંધ, મીત વેડિયા, નિલેશ તુરખિયા , મનસુખ ડોડિયા, સુનિલ પટેલ, શૈલેષ પંડ્યા, અભિષેક શુકલા, આકાશ કાથરાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0