અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે, જેમાં કથિત રીતે યમનમાં હુતી બળવાખોરો પર અમેરિકાના હવાઈ હુમલા દર્શાવવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે, જેમાં કથિત રીતે યમનમાં હુતી બળવાખોરો પર અમેરિકાના હવાઈ હુમલા દર્શાવવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે, જેમાં કથિત રીતે યમનમાં હુતી બળવાખોરો પર અમેરિકાના હવાઈ હુમલા દર્શાવવામાં આવ્યા છે. આ વિડીયો માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ વૈશ્વિક વ્યૂહરચનાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ બની ગયો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કોઈ નિશાન પર હુમલો કરવામાં આવે છે અને થોડીવારમાં આખો વિસ્તાર ધૂળ અને ધુમાડાના ગોટેગોટામાં ફેરવાઈ જાય છે.
વાયરલ વીડિયોમાં, ડઝનબંધ લોકો ગોળાકાર આકારમાં ઉભા જોવા મળે છે જ્યારે અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થાય છે. એક તેજસ્વી ઝબકારો થાય છે અને પછી ધૂળ અને ધુમાડાના વાદળ આખા વિસ્તારને ઢાંકી દે છે. જોકે, પાછળથી કેમેરા ઝૂમ આઉટ થાય છે અને ઘટનાસ્થળે અનેક વાહનો પાર્ક કરેલા જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે હુમલો આયોજિત રીતે કરવામાં આવ્યો હતો.
https://x.com/realDonaldTrump/status/1908300360810479821
ટ્રમ્પનો સંદેશ - હુથીઓ હવે હુમલો નહીં કરે!
આ વીડિયો સાથે ટ્રમ્પે જે સંદેશ લખ્યો છે તે સ્પષ્ટપણે અમેરિકન નીતિ અને હુથીઓ પ્રત્યેના તેના કડક વલણને પ્રતિબિંબિત કરે છે. તેમણે લખ્યું કે આ લોકો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. અરે, આ હુથીઓ હવે હુમલો નહીં કરે. તેઓ ફરી ક્યારેય આપણા જહાજોને ડૂબાડી શકશે નહીં.
યમનમાં હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં અમેરિકન અને વ્યાપારી જહાજો પર હુમલો કરી રહ્યા છે. આ હુમલાઓ ખાસ કરીને 2023 થી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમર્થનમાં કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓના જવાબમાં, અમેરિકાએ હુતી ઠેકાણાઓ પર અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ તાજેતરના હુમલાઓમાં છ લોકો માર્યા ગયા છે, જ્યારે હુથી વિદ્રોહીઓના આંકડાઓ મૃત્યુઆંક 67 દર્શાવે છે.
ઈરાન પર દબાણ લાવવાની અમેરિકાની રણનીતિ
હુતી બળવાખોરોને ઈરાનનું સમર્થન હોવાનું માનવામાં આવે છે. વિશ્લેષકો અમેરિકાના હુમલાઓને ઈરાનની વધતી જતી પ્રભાવશાળી હાજરી અને પરમાણુ કાર્યક્રમના પ્રતિભાવ તરીકે જુએ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે આ હુમલાઓના પરિણામે ઈરાન અતિ નબળું પડી ગયું છે.
યુએસ વિદેશ નીતિના સંકેતો
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ વીડિયો શેર કરવો એ ફક્ત લશ્કરી કાર્યવાહીનું જાહેર પ્રદર્શન નથી, પરંતુ તેમની વિદેશ નીતિ વિશે પણ તે ખૂબ જ સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ચૂપ નહીં બેસે. હુથી અને ઈરાન પ્રત્યે તેમનું આક્રમક વલણ દર્શાવે છે કે અમેરિકા હવે તેની દરિયાઈ સુરક્ષા વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0