NHAI એ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે આજથી વાહનચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5 ટકા વધુ ટેક્સ આપવો પડશે
NHAI એ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે આજથી વાહનચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5 ટકા વધુ ટેક્સ આપવો પડશે
લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને હવે આવતી કાલે પરિણામનો દિવસ છે. એકબાજુ દેશ જ્યાં ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને એક મોટો ઝટકો આપ્યો છે. દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.
NHAI એ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે આજથી વાહનચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5 ટકા વધુ ટેક્સ આપવો પડશે. મળતી માહિતી મુજબ હાઈવે યૂઝર ફી વાર્ષિક સંશોધન હેઠળ 1 એપ્રિલથી લાગૂ કરવાની હતી પરંતુ લોકસભા ચૂંટણીના કારણે આ વધારો ટાળવામાં આવ્યો હતો.
મળતી માહિતી NHAI ના એક અધિકારીના જણાવ્યાં મુજબ સોમવાર એટલે કે 3 જૂનથી ટોલ ટેક્સમાં 3થી 5 ટકા સુધીનો વધારો લાગૂ કરાયો છે. ચૂંટણી દરમિયાન ટોલ દરોમાં સંશોધનને ટાળવામાં આવ્યું હતું. પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આથી આ દરો 3 જૂનથી લાગૂ થઈ જશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0