સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નબન્ના ઝુંબેશ દરમિયાન પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન અનેક જગ્યાએ ભારે અરાજકતા જોવા મળી રહી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રના બીજા દિવસે આજે બળાત્કાર વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું
બાંગ્લાદેશથી શેખ હસીનાની વિદાયથી હિંદુઓની હાલત ખરાબ થઈ ગઈ છે. પહેલા બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા થયા અને હવે તેમને દરેક રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે
ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા છે.
બાંગ્લાદેશના ચિટાગોંગમાં ગઈ કાલે ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટનો બોમ્બ બનાવતી વખતે થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો એક રૂમમાં બેસીને બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા
અક્ષય કુમારની 'ભૂત બંગલા' આવી રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું નવું પોસ્ટર સામે આવ્યું છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી કે તે તેના ફેવરિટ પ્રિયદર્શન સાથે સેટ પર પાછો ફર્યો છે.
ચિન્મય કૃષ્ણ દાસને બાંગ્લાદેશમાં મોટો આંચકો લાગ્યો છે. બાંગ્લાદેશની એક કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે તે આ કેસની આગામી સુનાવણી 2 જાન્યુઆરીએ કરશે
દેશમાં GBS સિન્ડ્રોમ રોગનો કહેર સતત વધી રહ્યો છે. આ રોગ હવે રાજ્ય-દર-રાજ્યમાં ફેલાવા લાગ્યો છે. બંગાળમાં છેલ્લા ચાર દિવસમાં GBS થી એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025