દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઈનિયા બંનેએ કેજરીવાલને જામીન આપ્યા હતા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઈનિયા બંનેએ કેજરીવાલને જામીન આપ્યા હતા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઈનિયા બંનેએ કેજરીવાલને જામીન આપ્યા હતા. બંને ન્યાયાધીશો જામીન પર સંમત થયા હતા પરંતુ સીબીઆઈની ધરપકડ અંગે બંને ન્યાયાધીશોના મત અલગ છે. જસ્ટિસ સૂર્યકાન્તે કેજરીવાલની ધરપકડને કાયદેસર ઠેરવી હતી જ્યારે જસ્ટિસ ભુઈનિયાએ ધરપકડના સમય પર સવાલો ઉઠાવ્યા હતા.
CBI કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને આ જામીન આપ્યા છે. કેજરીવાલને 10 લાખના બોન્ડ પર જામીન મળ્યા છે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પ્રથમ જામીન અરજી અને બીજી સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા પરંતુ સીબીઆઈની ધરપકડને ગેરકાયદે જાહેર કરી ન હતી.
કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી પહેલા જ જામીન મળી ચૂક્યા છે, જ્યારે આ મામલો CBI દ્વારા ધરપકડ અને નિયમિત જામીન સાથે સંબંધિત હતો. કેજરીવાલને ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તે જ સમયે, હવે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા છે. ED કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ CBIએ 26 જૂને અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર 5 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0