મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક કંપનીના બસ ડ્રાઇવરે જ્યારે તેનો પગાર કાપવામાં આવ્યો ત્યારે તેણે ભયાનક બદલો લીધો. ગુસ્સામાં ડ્રાઈવરે ચાલતી બસને આગ લગાવી દીધી.
મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક કંપનીના બસ ડ્રાઇવરે જ્યારે તેનો પગાર કાપવામાં આવ્યો ત્યારે તેણે ભયાનક બદલો લીધો. ગુસ્સામાં ડ્રાઈવરે ચાલતી બસને આગ લગાવી દીધી.
મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક કંપનીના બસ ડ્રાઇવરે જ્યારે તેનો પગાર કાપવામાં આવ્યો ત્યારે તેણે ભયાનક બદલો લીધો. ગુસ્સામાં ડ્રાઈવરે ચાલતી બસને આગ લગાવી દીધી. જે સમયે આ ઘટના બની તે સમયે કંપનીના 12 કર્મચારીઓ બસમાં હાજર હતા. બસને આગ લગાવ્યા પછી, ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા અન્ય લોકોએ બસમાંથી કૂદી પડ્યા. પાછળ બેઠેલા કંપનીના કર્મચારીઓ અટવાઈ ગયા. આ ઘટનામાં 4 કર્મચારીઓ બળીને ખાખ થઈ ગયા હતા અને 6 ખરાબ રીતે દાઝી ગયા હતા. પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.
આઇટી કંપની વ્યોમ ગ્રાફિક્સના કર્મચારીઓને લઈ જતી મીની બસમાં આગ લાગવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. મીની બસમાં લાગેલી આગ કોઈ અકસ્માત ન હતી પણ ડ્રાઈવર દ્વારા લગાવામાં આવી હતી.. આ અકસ્માતમાં કંપનીના ચાર એન્જિનિયરોના મોત થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટેમ્પો ડ્રાઇવરે દિવાળી બોનસ અને પગાર કાપવાથી ગુસ્સે થઈને આ ભયાનક પગલું ભર્યું હતું.
આગ લગાડવા માટે બેન્ઝીન કેમિકલ ખરીદવામાં આવ્યું હતું
પોલીસે ઘટનાનો ખુલાસો કરતા કહ્યું કે અકસ્માત બાદ ડ્રાઇવર અને આગળ બેઠેલા કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. મળતી માહિતી મુજબ, પુણેના હિંજેવાડીમાં સ્થિત આઇટી કંપની વ્યોમ ગ્રાફિક્સના 12 કર્મચારીઓ મીની બસમાં મુસાફરી કરી રહ્યા હતા. હિંજેવાડી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસ દ્વારા એકત્ર કરેલા પુરાવાઓ દર્શાવે છે કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હતી. આરોપી બીએસ ડ્રાઇવર જનાર્દન હમ્બરડીકરે એક દિવસ પહેલા પ્લાસ્ટિક બનાવવામાં વપરાતું બેન્ઝીન નામનું જ્વલનશીલ રસાયણ લીધું હતું. આરોપીએ ડ્રાઇવરની સીટ નીચે તે કેમિકલની બોટલ છુપાવી હતી.
આ રીતે બની ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે, જ્યારે બસ હિંજેવાડી પહોંચી, ત્યારે આરોપી જનાર્દને માચીસનો ઉપયોગ કરીને કાપડના ટુકડાઓમાં આગ લગાવી દીધી. બોટલમાં બેન્ઝીન કેમિકલ હોવાથી મીની બસમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ. થોડી જ વારમાં આગ એટલી ભીષણ બની ગઈ કે આખી બસ તેમાં લપેટાઈ ગઈ. બસને આગ લગાવ્યા પછી, ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલા અન્ય લોકો બસમાંથી ઉતરીને ભાગી ગયા. મીની બસના પાછળના ભાગમાં બેઠેલા કંપનીના 12 કર્મચારીઓ તેમાં ફસાઈ ગયા. બસનો દરવાજો પાછળથી બંધ હતો, તે ખોલી શકાતો ન હતો. આગમાં કંપનીના ચાર કર્મચારીઓ બળીને ખાખ થઈ ગયા.
ચારેય મૃતકો કંપનીમાં એન્જિનિયર હતા
ચારેય મૃતકો કંપનીમાં એન્જિનિયર હતા. આ અકસ્માતમાં છ કર્મચારીઓ બળી ગયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા એન્જિનિયરોની ઓળખ સુભાષ ભોંસલે (42), શંકર શિંદે (60), ગુરુદાસ લોકરે (40) અને રાજુ ચવ્હાણ (40) તરીકે થઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન, આરોપી બસ ડ્રાઈવર જનાર્દન હમ્બરડીકરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાએ પુણેના આઇટી ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે, અને કર્મચારીઓએ સુરક્ષા અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0