તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર ગઈ કાલે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેનના ટેકઓફ પહેલા અચાનક જ વિંગ એરિયામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો
તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર ગઈ કાલે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેનના ટેકઓફ પહેલા અચાનક જ વિંગ એરિયામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો
તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર ગઈ કાલે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેનના ટેકઓફ પહેલા અચાનક જ વિંગ એરિયામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મળતી માહિતી મુજબ, રાત્રે ચેન્નાઈ-દુબઈ અમીરાતની ફ્લાઈટ ઉપડતા પહેલા પ્લેનના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના કારણે ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં કોઈ મુસાફરો હાજર ન હતા. વાસ્તવમાં આ અકસ્માત ટેક ઓફના થોડા કલાકો પહેલા થયો હતો.
https://x.com/PTI_News/status/1838785469590516212
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અમીરાતની ફ્લાઈટ ગઈ કાલે રાત્રે 9.50 કલાકે દુબઈ માટે ઉપડવાની હતી. મળતી માહિતી મુજબ, આ ફ્લાઈટમાં 320 મુસાફરો બેસવા માટે રાહ જોઈ રહ્યા હતા. મુસાફરો ચઢે તે પહેલા વિમાનમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું. ત્યારપછી એન્જિનમાં ઓવરફિલિંગને કારણે અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને સ્ટાફ ડરી ગયો.
અકસ્માતના સમાચાર મળ્યા બાદ એરપોર્ટ ફાયર સ્ટેશન પર પહોંચેલા ફાયરના જવાનો ધુમાડો ઓલવવામાં વ્યસ્ત હતા. તપાસમાં બહાર આવ્યું છે કે એરક્રાફ્ટમાંથી ધુમાડો વધુ પડતા ઇંધણને કારણે થયો હતો. આ પછી ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચીને આગને કાબુમાં લીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને કારણે ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને વેઈટિંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા આ અકસ્માતને કારણે ફ્લાઈટ લગભગ 2 કલાક મોડી પડી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0