પ્રખ્યાત બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે આ દિવસોમાં ભારતમાં છે અને ખૂબ જ ચર્ચામાં છે. ગયા વર્ષે બેન્ડના 'ઇન્ડિયા ટૂર'ની જાહેરાત થઈ ત્યારથી, ભારતમાં ટિકિટ માટે ભારે ધસારો હતો અને આ ક્રેઝની એક ઝલક 26 જાન્યુઆરી, રવિવારના રોજ અમદાવાદમાં જોવા મળી.