આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે.નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝએ ભવ્ય રોડ શો યોજયો હતો. બંને વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું
આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે.નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝએ ભવ્ય રોડ શો યોજયો હતો. બંને વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું
આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે.નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝએ ભવ્ય રોડ શો યોજયો હતો. બંને વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન બન્ને મહાનુભાવો અચાનક જ રોડ શો અટકાવ્યો હતો. પોતાના કાફલાને રોકાવીને બન્ને વડાપ્રધાન નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળ્યા હતા. વિદ્યાર્થિનીએ બંને PMને તેમના સ્કેચ ભેટમાં આપ્યા હતા.
https://x.com/ANI/status/1850741691336270237
બંને વડાપ્રધાનનો રોડ શોનો કાફલો પસાર થયો હતો ત્યારે આ દરમિયાન તેમની નજર આ વિદ્યાર્થિની પડી હતી. ત્યારબાદ કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બંને વડાપ્રધાન જીપમાંથી નીચે ઉતર્યા અને દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા તેની પાસે પહોંચ્યા હતા. બંને PMએ દિયા સાથે હાથ મિલાવ્યો હતો. દિયાએ બંને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટમાં આપી હતી. બંને વડાપ્રધાને આ ભેટ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી.
એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઈ ઉત્તમ ચિત્ર કલાકાર છે. વડાપ્રધાનના આગમનને લઇને તે પરિવારજનો સાથે પોતે તૈયાર કરેલા સ્કેચ સાથે રોડ શોના રૂટ પર ગોઠવાઇ ગઇ હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0