અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં શખ્સે પોતાના પૂર્વ માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી હતી.
અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં શખ્સે પોતાના પૂર્વ માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી હતી.
અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં શખ્સે પોતાના પૂર્વ માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી હતી. ત્યારે ગઈકાલે શહેરના વટવા પોલીસ મથકે આરોપી તુષાર ભોલેનાથ કોષ્ટી સામે વેપારી અભી કુમાર સિદ્ધપરાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપી તુષાર કોષ્ટી ફરિયાદીના ઘરે રહેલી તેની બે માસૂમ સગીર દીકરીઓના માથા ઉપર લોખંડની પાઇપના ઘા મારીને ઘરમાંથી 1.76 લાખની ચોરી અને ATM કાર્ડ લઈને ફરાર થયો હતો. હાલ વેપારીની બન્ને દીકરીઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. તુષાર કોષ્ટી પહેલા અભિ કુમારના ડેરી પાર્લરમાં નોકરી કરતો હતો.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. ગઈકાલે સવારે ફરિયાદી પોતાની ડેરી પાર્લર ખાતે કામે ગયા હતા અને પોતાના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા 15 વર્ષીય દીકરાને કામ અર્થે ડેરીએ બોલાવ્યો હતો. જ્યારે બે સગીર દીકરીઓ 14 વર્ષની આસ્થા અને 12 વર્ષની સાક્ષી ઘરે હતી. આ દરમિયાન ડેરીએ ફરિયાદીના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો કે, તેમના બેંક એકાઉન્ટમાંથી ATM મારફતે 10 હજાર રૂપિયા ઉપડ્યા છે. જો કે, ફરિયાદીનું ATM કાર્ડ ઘરે હોવાથી તેમને શક જતા તેઓ ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચતા ઘરની અંદરનું દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ગયાં હતાં. તેમની બંને દીકરીઓ લોહી લુહાણ હાલતમાં પડી હતી. જ્યારે બાજુમાં જ લોહીથી રંગાયેલો પાઇપ પડ્યો હતો. ઘરનો સામાન વેરવિખેર હતો અને તિજોરી ખુલ્લી હતી. ત્યારબાદ બંને દીકરીઓની પૂછપરછ કરતા ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, આરોપી તુષાર કોષ્ટી તેમના માથાના ભાગે પાઈપો મારીને તિજોરીમાંથી પૈસા અને ATM કાર્ડ લઈ ગયો હતો. ફરિયાદીએ તુરંત જ પોતાની બંને દીકરીઓને હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. જ્યાં એક દીકરીને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે નાની દીકરીના કપાળમાં ફ્રેક્ચરનું માલુમ પડ્યું હતું.
ફરિયાદીએ આ સમગ્ર મામલે વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી ઉપર રાખ્યો હતો. તે ફરિયાદીના ઘરે જ રહેતો હતો. પરંતુ તેને દારૂ પીવાની લત પડતા તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આરોપીએ બીજે નોકરી શોધી લીધી હતી. પરંતુ આરોપી ફરિયાદીના ઘરે સૂવા આવતો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0