ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારને સમાપ્ત થવામાં માત્ર ત્રણ દિવસ બાકી છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે પ્રચારમાં ઉતરી રહ્યા છે. રાહુલ ગાંધી ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા સિમડેગા વિસ્તારમાંથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે અને ત્યાર બાદ તેઓ લોહરદગામાં બીજી જાહેરસભાને સંબોધિત કરશે.