ગુરુભક્તિ અદા કરતા હરિભક્તોએ કાર્ય ઉપવાસો
ગુરુભક્તિ અદા કરતા હરિભક્તોએ કાર્ય ઉપવાસો
કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહારાજના આગમન સમયે ઢોલ, નૃત્ય અને મહિલાઓ દ્વારા બનાવાયેલ રંગોળી સાથે જાજરમાન સ્વાગત કરાયું હતું, આજથી 26 દિવસ એટલે કે આગામી તારીખ 10 જૂન 2024 સુધી તેઓ રાજકોટ મુખ્ય મંદિર ખાતે રોકાણ કરશે અને સૌ હરિભક્તોને દર્શનની સાથે આશીર્વાદ આપશે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ ભક્તિથી વધાવવા રાજકોટના હજારો પુરુષ - મહિલા હરીભક્તો છેલ્લા 108 દિવસથી ભજન, વાંચન, મુખપાઠ, ઉપવાસ, ઘરસભા, સેવા વગેરે વિવિધ ભક્તિયજ્ઞોમાં જોડાયા હતાં. આ અવસરે 1572 મહિલાઓએ સાંકળ સર્જાળા ઉપવાસ, 478 મહિલાઓએ સાંકળ નિર્જળા ઉપવાસ કર્યા હતા. 34 હરિભક્તોએ મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે આગમન પૂર્વેના 90 કલાકથી 120 કલાકના સળંગ નિર્જળા, સજલ તેમજ પ્રવાહી ઉપવાસ કરી ગુરુભક્તિ અદા કરી હતી.
સંધ્યાસભામાં પ્રતિ દિન વિષેસ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે, મહારાજના 26 દિવસીય ધર્મ પ્રવાસ દરમિયાન નિયત દિવસોમાં સવારે 6થી 8 કલાક દરમિયાન તેઓની પ્રાતઃપૂજા દર્શન તેમજ સાંજે 5:30થી 8 વાગ્યાના સમય દરમિયાન સંધ્યાસભામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે-સાથે તેઓના આશીર્વાદનો પણ લાભ હરિભક્તો પ્રાપ્ત કરશે.
16 જૂનથી યોજાનાર કાર્યક્રમોમાં તા.16 જૂન રવિવારના દિવસે "સ્વાગત દિન", તા.17 જૂન સોમવારના રોજ "સંસ્કાર દિન", 20 જૂન ગુરુવારે "સંયમ દિન", 21 જૂન શુક્રવારે "સિદ્ધાંત દિન", 22 જૂન શનિવારે "શિક્ષણ દિન", 25 જૂન મંગળવારના રોજ "સુહ્દભાવ દિન", 26 જૂન બુધવાર "સત્કાર દિન", 29 જૂન શનિવાર "સંસ્કૃતિ દિન", 30 જૂન રવિવાર "સેવા દિન", 7 જુલાઈ રવિવાર "રથયાત્રા ઉત્સવ", 8 જુલાઈ સોમવાર "સત્પુરુષ દિન", 10 જુલાઇ બુધવાર "વિદાય દિન" આમ વિવિધ પ્રકારના કાર્યક્રમોના યોજાશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0