અમિત શાહની ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે બેઠક
અમિત શાહની ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે બેઠક
કરોડો લોકોની આસ્થાનું સ્થાન અયોધ્યા રામમંદિર પર આતંકી હુમલા થવાની મળી ધમકી, જેને લઇ અમિત શાહની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, જે બાદ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરાઈ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી બાદ અયોધ્યા હાઈ એલર્ટ પર છે. રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ અને અન્ય મુખ્ય સ્થળો પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એસએસપી રાજ કરણ નૈય્યર પોતે એરપોર્ટ પર પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે રામ મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા કડક છે. અલગ-અલગ ઝોન બનાવીને સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ એલર્ટ મોડ પર છે.
ઓડિયો મારફતે જાહેર કરીને આપવામાં આવી ધમકી એક ઓડિયોમાં જૈશ-એ-મોહમ્મદે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સાથે જ રામ મંદિર અને અયોધ્યાની સુરક્ષા કડક કરવામાં આવી છે. રામ પથ પર સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે સઘન કરી દેવામાં આવી છે. વધુ જાણકારી મુજબ આમીર નામનો આતંકવાદી ઓડિયોમાં કહી રહ્યો છે કે મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે આ મંદિર તોડવું પડશે. અમારા ત્રણ સાથીઓએ અહીં બલિદાન આપ્યું છે. હવે બોમ્બમારો થશે. આમ રામ મંદિરને લઇ ધમકી ભર્યો આ ઓડિયો મળ્યા બાદથી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મુકાયા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0