ધારીમાં ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ ખુલ્લો મુકાયા
ધારીમાં ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ ખુલ્લો મુકાયા
ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસ, ભારતની અગ્રગણ્ય અને પર્યાવરણની દૃષ્ટીએ સંવેદનશીલ હોટલ ચેઇન તરીકે જાણીતું નામ છે. ભારતમાં સૌથી ઝડપથી વિકસતી હોટલ બ્રાન્ડમાની એક છે. જેમાં હાલ 100 થી વધુ હોટલ અને રિસોર્ટસ કાર્યરત છે. ટૂંક સમયમાં 90 થી વધુ સ્થાનો પર ધ ફર્ન રેસીડેન્સી ખુલશે. ગુજરાતમાં જાણીતા ફર્ન ગ્રુપ બિઝનેસ ગ્રુપ ’નીલ્સ સંજયરાજ ગ્રુપ’ સાથે મળીને અમરેલી જીલ્લાના ધારી ખાતે ’ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ’ ખુલ્લો મુકાયો છે. આ સાથે ફર્ન ગ્રુપની હોટલ એન્ડ રિસોર્ટસની સંખ્યા 27 ની થઇ છે.
અમરેલી જીલ્લાના આંબરડી સફારી પાર્કની પૃષ્ઠભુમીમાં શરૂૂ થયેલ ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ ધારી રેલવે સ્ટેશનથી માત્ર 6 કિ.મી., ધારી બસ સ્ટેન્ડથી 8 કિ.મી., અમરેલી બસ સ્ટેન્ડથી 53 કિ.મી અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 170 કિ.મી. દુર છે. આ રિસોર્ટસમાં સુંદર અને આકર્ષક ડિઝાઈન કરેલા 30 જેટલા વિલા કોટેજ છે. હાઈ સ્પીડ વાઈ-ફાઈ ઇન્ટરનેટ કનેકટીવીટી, દરેક રૂૂમમાં એલઇડી ટીવી, ડિજીટલ ઈન-રૂૂમ સેફ, ઇન-રૂૂમ ચા-કોફીની સુવિધા, ઇકોફ્રેન્ડલી બાથરૂૂમ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ રિસોર્ટસમાં બે ઓન સાઇટ રેસ્ટોરન્ટ છે. સવારે 7 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી કાર્યરત રહે છે. શાકાહારી ભોજન, ચા-કોફી, બાઇટ્સ અને મોકટેઇલની વિવિધ સર્વિસ પુરી પાડશે, ઉપરાંત આ રિસોર્ટમાં જીમ, રિવમીંગપુલ, મીટીંગ રૂૂમ, કોન્ફરન્સ રૂૂમ, બાળકો માટે વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ સહીતની અસંખ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રિસોટર્સમાં 2 અત્યાધુનીક ભવ્ય જોવાલાયક સ્થળ છે. જેમાં 1034 ચો.ફૂટનો ‘ડેન’ (ગુફા) અને 28000 ચો.ફૂટનો ’શેરબાગ’ છે. કોઈપણ શુભ પ્રસંગો અને કોર્પોરેટ ઇવેન્ટસ જેવા પ્રસંગો અહીં ઉજવી શકાય છે. આ રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના મેનેજીંગ ડિરેકટર સુહેલ કન્નામ્પીલી એ જણાવ્યું હતું કે ધારીમાં લોન્ચ થયેલો અમારો આ રિસોર્ટસ સહેલાણીઓને મહેમાન નવાજી માટે અસાધારણ અનુભવ આપવાનું વચન આપે છે. ધારીમાં અમારૂૂ આ આતીથ્ય સ્થળ બિઝનેસ અને પ્રવાસીઓ માટે એકસરખી પસંદગીનું બની રહેશે એવી અમને આશા છે.
રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે આનંદ વ્યકત કરતા સંજયરાજ એન્ડ કંપનીના મેનેજીંગ ડિરેકટર સ્વરાજ રાજયગુરુએ જણાવ્યું હતું કે, ’અમે ફર્ન ગ્રુપ સાથે ભાગીદારી કરવાના અમારા નિર્ણયથી ખુશ છીએ. અમારો આ નવો ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ મહેમાનોના આતીથ્ય માટે ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવશે. ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસ સાથેની અમારી ભાગીદારી સાથે અમને વિશ્વાસ છે કે અમારા અતિથીઓની ઉત્તમ સ્તરની સેવા માટે અમો ક્યારેય ઉણા નહીં ઉતરીએ જેની અમે ખાત્રી આપીએ છીએ.’ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ’નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા અગાઉ નીલ્સ સિટી રિસોર્ટ, નીલ દા ઢાબા, સિએરા સ્ટાઈલ - રાજકોટ, લેમન-ટ્રી હોટલ, રેડિયસ લોન્સ અને સાક્ષી ફંકશન ડેસ્ટિનેશન જેવા વેન્ચર્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0