ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અને તાલીમ અપાઈ
ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અને તાલીમ અપાઈ
વેરાવળ એસ.ટી. ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મન્થ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગીર સોમનાથ સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરીના અધિકારીઓ દ્વારા વેરાવળ એસ.ટી. ડેપો ખાતે એક સેમિનાર યોજાયો હતો. જેમાં આર.ટી.ઓના અધિકારીઓ સહિત તજજ્ઞોએ એસ.ટી.ના ડ્રાઈવર કર્મચારીઓને ડ્રાઈવિંગ કરતી વખતે રાખવાની થતી કાળજી તેમજ ટ્રાફિક સિગ્નલ સહિત વિવિધ રોડ-રસ્તાઓની નિશાનીઓ વિશે સમજૂતી આપી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે, એસ.ટી.ડેપો મેનેજર દિલીપ શામળાએ ડ્રાઈવિંગ વખતે રાખવી જોઈતી કાળજી અંગે માર્ગદર્શન આપી ટ્રાફિક નિયમોનું ચોક્સાઈથી પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા ટ્રાફિકના નિયમો વિશે સમજૂતી આપી અને ટ્રાફિક સિગ્નલોના નિયમોની બુકલેટ વિતરણ કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0