તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી 25 જેટલા લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી 25 જેટલા લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી 25 જેટલા લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમ.એસ. પ્રશાંત જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા હતા. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી લોકોના મૃત્યુના સમાચાર સાંભળીને મને આઘાત સાથે દુઃખ થયું છે. આ ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.”
આ અંગે સરકારે કહ્યું કે, આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદેસર દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા લગભગ 200 લિટર ગેરકાયદેસર દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમાં જીવલેણ ‘મિથેન’ છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઘટનાની સંપૂર્ણ તપાસ માટે CB-CID તપાસના આદેશ આપ્યા છે. સરકારે ઘટના બાદ કલ્લાકુરિચી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રવણ કુમાર જાટાવથની બદલી કરી દીધી છે. જ્યારે પોલીસ અધિક્ષક સમય સિંહ મીનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અન્ય નવ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કલ્લાકુરિચી જિલ્લાની પ્રોહિબિશન શાખાના લોકોનો પણ સમાવેશ થાય છે.
અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાય પૂરી પાડવા વરિષ્ઠ મંત્રીઓ ઇ.વી. વેલુ અને એમ.એ. સુબ્રમણ્યમને કલ્લાકુરિચી મોકલ્યા હતા. એમએસ પ્રશાંત અને રજત ચતુર્વેદીની અનુક્રમે કલ્લાકુરિચી જિલ્લાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તમિલનાડુના રાજ્યપાલ આર.એન રવિએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરી. રાજ્યપાલ રવિએ રાજભવનના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, ‘કલ્લાકુરિચીમાં ગેરકાયદેસર દારૂ પીવાથી લોકોના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. અન્ય પીડિતો ગંભીર હાલતમાં છે અને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0