અગ્રણી અને લાભાર્થી વચ્ચેના વાર્તાલાપનો ઓડીઓ વાયરલ, 31 લાભાર્થીના પ્લોટ દીઠ ૩ થી ૪ હજાર ઉધરાવાયા અંગે તપાસ કરાવી પગલાં લેવાં લેખીત રજુઆત
અગ્રણી અને લાભાર્થી વચ્ચેના વાર્તાલાપનો ઓડીઓ વાયરલ, 31 લાભાર્થીના પ્લોટ દીઠ ૩ થી ૪ હજાર ઉધરાવાયા અંગે તપાસ કરાવી પગલાં લેવાં લેખીત રજુઆત
ગીરગઢડાના બેડીયા ગ્રામપંચાયતના મહિલા સરપંચના પ્રતિનિધિનો વિવાદ પીછો છોડતો ન હોય તેમ થોડાં સમય પહેલાં લેન્ડ ગ્રેબિંગની ઓનલાઈન અરજી થયાં બાદ ધોકડવા પીજીવીસીએલ કચેરીનો વિવાદ થયો હતો. ત્યાં ફરી વખત ગરીબ લાભાર્થી પાસેથી મફત પ્લોટ મંજુર કરાતાં પ્રત્યેક લાભાર્થી પાસેથી નાણાં ઉઘરાવાયા હોવાનો ઓડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં આ અંગે ગામના અગ્રણી જયસુખભાઇ બલદાણીયાએ તાલુકા જિલ્લા કક્ષાના અધિકારીને લેખીત રજુઆત કરી સમગ્ર બાબતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાં માંગણી કરી છે.
ગીરગઢડાના બેડીયા ગામે ગરીબ શ્રમિક વર્ગના પરીવારજનોને પોતાનું ઘર હોય તેવું સ્વપ્નું સાકાર થાય તેવાં હેતુસર તાલુકા પંચાયત દ્વારા બેડીયા ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પ્રયત્નથી પંચાયતની માલીકીની સરકારી જમીનમાં ગામના ૩૧ જેટલાં લાભાર્થી માટે ૧૦૦ વારનો મફત પ્લોટ મંજુર કરાતા ગરીબ લાભાર્થીઓ પાસેથી બેડીયા ગ્રામપંચાયતના મહિલા સરપંચના પ્રતિનિધિ અને તેના મળતીયાઓ મારફતે પ્રત્યેક લાભાર્થી દીઠ ૩થી ૪ હજારનું ઉઘરાણું કરીને નાણાં પડાવ્યા હોવાનાં અરજદાર જયસુખભાઇ બલદાણીયા અને લાભાર્થી વચ્ચે થયેલી વાતચીતના ઓડીઓ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ચકચાર મચી છે.
સરકાર ગરીબ જનતા માટે મફત પ્લોટ મંજુર કરી ત્યાં મકાન બનાવવા વગર હપ્તે મોટી રકમ આપી બાંધકામ કરી મકાન પૂર્ણ થતાં રહેવાનો આશરો બનાવી દે છે પરંતુ ભાજપના નામે ચરીખાતા સત્તાપર પદ ગ્રહણ કરીને લોક સેવા નામે હોદ્દા ભોગવતાં પ્રજાના કહેવાતાં ચુંટાયેલા લોક સેવકના પ્રતિનિધિ નામે નિકળી પડેલાં લે ભાગું તત્વો દ્વારા સરકારી યોજનાઓ મંજુર કરાવવાના નામે નાના ગરીબ વર્ગના લોકોના ખુન ચુંસવા સતા ભોગવતાં હોય તેવો તાલ સર્જી રહ્યા છે પરંતુ હરામનું ઉપરાણું કરનારાના પાપ છાપરે ચડીને પોકારતાં હોય તે સામે આવી રહ્યા છે.
બેડીયા ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ દ્વારા મોટાપાયે ભષ્ટ્રાચાર કર્યો હોય તેમ ગામના લોકો માટે સરકારી મફ્ત પ્લોટ મંજુર કરાવ્યા પછી પ્રત્યેક લાભાર્થી પાસેથી નાણાં ઉધરાવયાનો આક્ષેપ થતો ઓડીઓ સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. આ ઓડિયો ટેપમાં લાભાર્થી ખુદ બોલી રહ્યા છે કે હાં અમારાં પાસેથી વાયા મિડીયા સરપંચ પ્રતિનિધિના મળતીયાઓ મારફતે પૈસા લેવાયા છે. ગામના અગ્રણી જયસુખભાઇ બલદાણીયાએ ઓડીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને ઊચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી સમગ્ર બાબતે તટસ્થ તપાસ કરવાની માંગણી કરી છે. આ અગાઉ પણ સરપંચ પ્રતિનિધિ દ્વારા સરકારી જમીનમાં દબાણો કરી પોતાનું વિશાળ મકાન ગેરકાનૂની ખડકી દેવામાં આવ્યું હોવાની રજૂઆત કરાયેલ હતી પરંતુ સતાધારી પાર્ટી સાથે રહેલાં આ સરપંચ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવા તંત્રના સ્થાનિકથી ઉચ્ચ અધિકારી મૌન ધારણ કરી લેતાં દિન પ્રતિદિન બેડીયા ગ્રામપંચાયતના મહિલા સરપંચ પ્રતિનિધિના વિવાદાસ્પદ ભુમિકા બહાર આવી રહીં છે.
તલાટી મંત્રીને તપાસ સોંપાઈ: TDO
મફ્ત પ્લોટ યોજના અંતર્ગત શ્રમિકને ૧૦૦ મીટરના પ્લોટ ફાળવણી કરાતા તેમાં સરપંચ પ્રતિનિધિ દ્વારા પ્રત્યેક લાભાર્થી પાસેથી ૩ થી ૪ હજારની રકમનું ઉધરાણુ કરાયાના આક્ષેપ સાથે રજુઆત થતાં આ બાબતે ગીરગઢડા તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીનો સંર્પક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની તપાસ ગ્રામપંચાયત મંત્રીને સોંપી એહવાલ રીપોર્ટ તૈયાર કરી મંગાવ્યો છે. જો કે, આ અંગે તલાટી મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને આવી કોઈ તપાસ સોંપવામાં આવી નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0