હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે. દર 12 વર્ષ પછી વીજળી મહાદેવ મંદિરના શિવલિંગ પર આકાશમાંથી વીજળી પડે છે, ત્યારે શિવલિંગના ટુકડે-ટુકડા થઈ જાય છે. મંદિરની બહાર લગભગ 50 ફૂટની ઊંચાઇએ ઝાડ પર સ્થાપિત ત્રિશૂળ દ્વારા વીજળી સીધી શિવલિંગ સુધી પહોંચે છે. એટલે આ મંદિરનું નામ વીજળી મહાદેવ પડ્યું.અને દેશના ખૂણે-ખૂણેથી શિવભક્તો અહીં દર્શન માટે આવે છે.
આ અનોખું શિવ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલું છે. આ મંદિરનું નામ છે 'બિજલી મહાદેવ મંદિર'. આ શિવ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બિયાસ અને પાર્વતી નદીઓના સંગમની નજીક એક પર્વત પર બનેલું છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે અહીં દર 12 વર્ષે વીજળી પડે છે ત્યારે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ઈલેક્ટ્રીક શોકથી કોઈનું મૃત્યુ થતું નથી. શિવલિંગ પર વીજળી પડે છે, જેના કારણે તે તૂટી જાય છે અને જ્યારે પૂજારી તેને માખણ સાથે જોડે છે ત્યારે તે તેના જૂના સ્વરૂપમાં પાછો આવે છે.
આ મંદિર કુલ્લુ ખીણના સુંદર ગામ કશ્વારીમાં આવેલું છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 2460 મીટરની ઉંચાઈ પર બનેલ છે. તેની ગણતરી ભારતના સૌથી જૂના મંદિરોમાં પણ થાય છે. વીજળી પડવાની ઘટનાને કારણે શિવલિંગના ટુકડા થઈ જાય છે પરંતુ જ્યારે મંદિરના પૂજારી બધા ટુકડાને એકઠા કરીને મીઠું, માખણ અને સત્તુની પેસ્ટ લગાવી શિવલિંગને પાછું જોઇન્ટ કરી દે છે. અને થોડા સમય બાદ ફરી શિવલિંગ પહેલાના જેવું જ થઈ જાય છે. નવાઈની વાત એ છે કે, દર 12 વર્ષે પડતી આ વીજળીનો કોઈ નિશ્ચિત સમય નથી. આ પ્રહાર સીધો શિવલિંગ પર થાય છે.
શ્રાવણ મહિનામાં હજારો ભક્તો વીજળી મહાદેવના દર્શન કરવા આવે છે. ભક્તોનું માનવું છે કે, જ્યારે પણ ભગવાન આ વિસ્તારના લોકોને કોઈ બુરાઈથી બચાવવા માંગે છે, ત્યારે શિવલિંગ પર વીજળી પડે છે. 12 વર્ષમાં એકવાર વીજળી પડવાનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. જો કે, એવી માન્યતાઓ પણ છે કે વીજળી એ એક પ્રકારનું દૈવી વરદાન કે આશીર્વાદ છે, કે જેમાં અનેક શક્તિઓ રહેલી છે. જેના કારણે કુલ્લુ શહેર અને ત્યાંના લોકો સુરક્ષિત રહે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0