ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત બહેનોના યોગાસન સ્પર્ધાનો પ્રારંભ
ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત બહેનોના યોગાસન સ્પર્ધાનો પ્રારંભ સુત્રાપાડાના વતની અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાએ યોગાસનમાં પ્રથમ આવેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે, રાજય સરકારનો મુખ્ય ઉદ્દેશ ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતના તમામ નાગરિકો સ્વસ્થ બને અને રમત ગમતમાં રુચિ રાખે અને તમામ લોકોને પોતાનામાં રહેલ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાની તકો જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રાપ્ત થાય છે. આ ખેલમહાકુંભમાં સમગ્ર જિલ્લામાંથી ૮૦ સ્પર્ધક બહેનોએ યોગાસન હરિફાઈમાં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની સાથે બી.આર.સી. દિનેશભાઇ ઝાલા, શિક્ષક મહાસંઘના પ્રમુખ હરેશભાઈ મોરી, આચાર્ય નવઘનભાઈ નકુમ, એસ.બી.આઇ. મેનેજર આશીષભાઇ, ભરતભાઇ વાળા, ટીમ મેનેજર બહેનો, યોગના જિલ્લા કન્વીનર પિયુષભાઇ કાછેલા, શાળાના આચાર્ય જોશી, કન્યા શાળાના આચાર્ય અશ્વિનભાઈ, કોલેજના આચાર્ય પાઠક, વ્યાયામ શિક્ષક ગિરીશભાઈ બારડ સહીતના હાજર રહેલ અને સમગ્ર ખેલ મહાકુંભનું સંચાલન ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલના વ્યાયામ શિક્ષક અને જિલ્લા કન્વીનર પિયુષભાઇ કાછેલા દ્વારા કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
Comments 0