આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની તપાસ હાથ ધરાશે
આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની તપાસ હાથ ધરાશે
કેશોદના ચર ગામે વાડી વિસ્તારમાં રાત્રીના સમયે ભાગીયાએ ઉશ્કેરાઈ ખુની ખેલ ખેલી ખીમજીભાઈ બોરખતરીયાને છરી તથા બોથડના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છુટ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા મૃતકના પુત્ર કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયાની ફરિયાદ નોંધી આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી મુળ રહેવાસી કાલેજ તાલુકો માંગરોળને ઝડપી લેવા જુનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ સ્કવોડ અને કેશોદ માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પગેરું શોધી રહ્યા હતા ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસના હાથે આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી ઝડપાઈ જતા પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો.
કેશોદના ચર ગામે ખેતરમાં ખેલાયેલા ખુની ખેલમાં બનાવની હકીકત એ મુજબ છે કે, મૃતક ખીમજીભાઈ બોરખતરીયાની બાજુમાં વાડીએ રહેતા ખેડુતે કહ્યું હતું કે, તમારો ભાગીયો બૈરાઓની ખોટી વાતો કરી રહ્યો છે તો સમજાવજો જેથી ખીમજીભાઈ બોરખતરીયાએ આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભીને બોલાવી કોઈના બૈરાઓ વિશે ખોટી વાતો કરતો નહિ જેમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બનાવના દિવસે મૃતકના પુત્ર અને પત્ની જુનાગઢ દવાખાને ગયેલા હોય ત્યારે રાત્રીના વાડીએ સુતેલા ખીમજીભાઈ બોરખતરીયા પર હુમલો કરી કરપીણ હત્યા કરી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાસી છૂટયા હોય ત્યારે પોલીસ દ્વારા ઝડપી લીધા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનામાં વપરાયેલા હથિયાર સહિત મુદામાલ કબજે કરવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0