ગત મોડી રાત્રે સસરા ખીમજીભાઈ બોરખતરીયાની રાડો સંભળાતા બહાર નીકળવા જતા કિરણબેનના રૂમનો દરવાજો બંધ હોય પોતાના પતિ કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયાને ફોન કરી કોઈને બચાવમાં મોકલવા જણાવતાં બાજુની વાડીએ થી હરેશભાઈ ભાયાભાઈ વરૂ દોડી આવતાં ખીમજીભાઈ બોરખતરીયા ને માથાના ભાગે બોથડ ઘા મારવા ઉપરાંત જમણી બાજુએ પડખામાં તિક્ષ્ણ હથિયાર ના ઘા મારી મોત નીપજાવ્યુ હતું.
કેશોદના ચર ગામે વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે ખુનનો બનાવ બન્યો છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતક ખીમજીભાઈ બોરખતરીયાના પુત્ર કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયા (ઉં.વ.૨૭) દ્રારા નોંધાવેલ ફરિયાદ મુજબ ભાયુ ભાગમાં પચાસ વિઘા ખેતીની જમીન આવેલ, જેમાં ત્રીસ વિઘા ખેતીની જમીન નગીચાણા ગામે અને વીસ વિઘા ચર ગામે આવેલ છે જ્યાં મકાન બનાવી રહેણાંક કરેલ હોય ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયા એમના પિતા માતા અને પત્ની દીકરી સાથે વાડી વિસ્તારમાં રહેતા હતા.
કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયાના સાસુ દવાખાને હોય માતા પુત્ર જુનાગઢ ખબર અંતર પુછવા ગયા હતા ત્યારે ઘરે મૃતક ખીમજીભાઈ બોરખતરીયા પુત્રવધૂ કિરણબેન અને પૌત્રી વાડીએ ઘરે એકલાં હતાં. ગત મોડી રાત્રે સસરા ખીમજીભાઈ બોરખતરીયાની રાડો સંભળાતા બહાર નીકળવા જતા કિરણબેનના રૂમનો દરવાજો બંધ હોય પોતાના પતિ કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયાને ફોન કરી કોઈને બચાવમાં મોકલવા જણાવતાં બાજુની વાડીએ થી હરેશભાઈ ભાયાભાઈ વરૂ દોડી આવતાં ખીમજીભાઈ બોરખતરીયા ને માથાના ભાગે બોથડ ઘા મારવા ઉપરાંત જમણી બાજુએ પડખામાં તિક્ષ્ણ હથિયાર ના ઘા મારી મોત નીપજાવ્યુ હતું. મૃતક ખીમજીભાઈ બોરખતરીયા ના મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયા એ શંકા વ્યક્ત કરી હતી કે બનાવના આગલાં દિવસે બાજુના ખેતરનું ભાગયુ રાખનાર અને અમારે ખેતરે ખેતમજૂરી કરવા આવતાં લીલાભાઈ ભીખાભાઈ ડાભી મુળ રહેવાસી કાલેજ તાલુકો માંગરોળ વાળા બૈરાઓ ની ખરાબ વાતું કરતાં હોય જે બાબતે ધમકાવેલ જેથી બોલાચાલી ઝઘડો થયો હતો અને આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી એ ખીમજીભાઈ બોરખતરીયા ને કહ્યું હતું કે હું તમોને જોઈ લઈશ એવું કહી જતાં રહ્યાં હતાં. ગતરાત્રે ખીમજીભાઈ બોરખતરીયા વાડીએ એકલાં હોય હુમલો કરી મોત નીપજાવ્યુ છે. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા લીલાભાઈ ભીખાભાઈ ડાભી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩,૧૩૫ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના ચર ગામે આહિર સમાજના આધેડનો ખુનનો બનાવ બનતાં હાહાકાર મચી ગયો છે.
Comments 0