ઘરમાં સુખ-શાંતિની વિધિ કરવાના બહાને મહિલા પર આચર્યું હતું દુષ્કર્મ
ઘરમાં સુખ-શાંતિની વિધિ કરવાના બહાને મહિલા પર આચર્યું હતું દુષ્કર્મ
કેશોદના પંચાળા ગામે રહેતી પરણિત મહીલાને પોતાના પતિ સાથે અણબનાવ રહેતો હોય તેને જાણવા મળ્યું હતું કે, પંચાળા ગામનો જ રણજીતભાઈ બધાભાઈ પરમાર તાંત્રિક વિધિ કરતો હોય એને સમસ્યા જણાવતાં વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવશે તેવી લાલચ આપી એકલતાનો લાભ લઈ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહ્યું તો સામાજિક રીતે બદનામ કરવાની ધમકી આપી પીડિત મહિલાને ગાલ પર તમાચો મારીને નીકળી ગયો હતો.
દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાની તબિયત લથડતાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ કેશોદ પોલીસ રૂબરૂમાં ફરીયાદ નોંધાવતા કેશોદના પંચાળા ગામનો રહીશ તાંત્રિક રણજીતભાઈ બધાભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડીયાતરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પીએ જાદવ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા દ્વારા તાંત્રિક રણજીતભાઈ બધાભાઈ પરમારનું લોકેશન મેળવી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદના પંચાળા ગામે ઘરમાં સુખ શાંતિ આવશે એવી લાલચ આપી તાંત્રીક વિધિ કરવાના બહાને ફરિયાદીના ઘરે પહોંચી બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી આપી ગાલ પર તમાચો મારીને ધમકી આપતાં ભોગ બનનાર મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં રણજીતભાઈ બધાભાઈ પરમાર રહેવાસી પંચાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0