૨૩ વર્ષીય પીયાંશુ જૈન નામના વિદ્યાર્થી રાત્રે બુલેટ પર તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો. ત્યારે ફાયર સ્ટેશન પાસે એક કાર ચાલક સાથે બોલાચાલી થઇ હતી. જેમાં કાર ચાલકે પીયાંશુ પર છરી વડે હુમલો કર્યો હતો.
૨૩ વર્ષીય પીયાંશુ જૈન નામના વિદ્યાર્થી રાત્રે બુલેટ પર તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો. ત્યારે ફાયર સ્ટેશન પાસે એક કાર ચાલક સાથે બોલાચાલી થઇ હતી. જેમાં કાર ચાલકે પીયાંશુ પર છરી વડે હુમલો કર્યો હતો.
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં વાહન ચલાવવા માટે MICA કોલેજના વિદ્યાર્થીએ એક કાર ચાલકને ટકોર કરી હતી. આ બાબતે કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને તેને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. હુમલો કર્યા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ૨૩ વર્ષીય પીયાંશુ જૈન નામના વિદ્યાર્થી રાત્રે બુલેટ પર તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો. ત્યારે ફાયર સ્ટેશન પાસે એક કાર ચાલક સાથે બોલાચાલી થઇ હતી. જેમાં કાર ચાલકે પીયાંશુ પર છરી વડે હુમલો કર્યો હતો. પીયાંશુ જૈન મૂળ ઉત્તર પ્રદેશનો રેહવાસી છે.
હુમલો કર્યા બાદ કાર ચાલકો ત્યાં થી ફરાર થઇ ગયો હતો. ઘટની જાણ પોલીસને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ. બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0