રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેશે અને ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેશે અને ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેશે અને ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળશે. જસ્ટિસ ખન્ના દેશના ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો રહ્યા છે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે. ઉપરાંત, તેઓ આ પોસ્ટ પર 13 મે, 2025 સુધી કાર્યરત રહેશે.
જસ્ટિસ ખન્ના 2019થી સુપ્રીમ કોર્ટના જજની જવાબદારી નિભાવી રહ્યા છે. ઈલેક્ટોરલ બોન્ડની સાથે, તેઓ કલમ 370 નાબૂદ કરવા, ઈવીએમની પવિત્રતા જાળવવા અને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા નિર્ણયોમાં સામેલ હતા. જસ્ટિસ ખન્નાનો જન્મ 14 મે, 1960ના રોજ દિલ્હી સ્થિત પરિવારમાં થયો હતો. તેમના પિતા જજ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટમાં જજ છે. તેઓ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એચઆર ખન્નાના ભત્રીજા પણ છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેઓ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) ના કાર્યવાહક અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
જસ્ટિસ ખન્ના 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા અને શરૂઆતમાં તિસહજરી કેમ્પસની જિલ્લા અદાલતોમાં અને બાદમાં દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. તેમણે આવકવેરા વિભાગના વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ લાંબા સમય સુધી કામ કર્યું. વર્ષ 2004માં તેમને દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્નાએ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે દિલ્હી હાઈકોર્ટમાં ઘણા ફોજદારી કેસોમાં કેસ લડ્યા હતા.
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે 16 ઓક્ટોબરે CJI પદ માટે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી હતી. આ પછી, કેન્દ્રએ 24 ઓક્ટોબરે જસ્ટિસ ખન્નાની મુખ્ય ન્યાયાધીશના પદ પર નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી. શુક્રવાર જસ્ટિસ ચંદ્રચુડનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ હતો. આ પછી, તેમને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, વકીલો અને કર્મચારીઓ દ્વારા ભવ્ય વિદાય પાર્ટી આપવામાં આવી હતી અને તેમનો 2 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ થયો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0