ભુસ્તર ખાતાની ટીમ માત્ર દેખાડવા પૂરતી કાર્યવાહી કરતી હોવાની ચર્ચા, દરરોજ ૧૦૦ ટ્રેકટરો ખનિજ વહન કરે છે, કાર્યવાહી ક્યારે?
ભુસ્તર ખાતાની ટીમ માત્ર દેખાડવા પૂરતી કાર્યવાહી કરતી હોવાની ચર્ચા, દરરોજ ૧૦૦ ટ્રેકટરો ખનિજ વહન કરે છે, કાર્યવાહી ક્યારે?
ઊના તાલુકાના જાખરવાડા, નાદણ, દેલવાડા, સીમર, સામતેર, ગાંગડા, ખજુદા, ઉમેજ, ગીરગઢડાના કાંધી, દ્રોણના રાવલ મચ્છુ નદી નદી તેમજ કોબથી રાજપરા સુધીની દરીયા કાંઠે આવેલી નદી દરીયાની કહેવાતી સાદી રેતીનુ કોઈ પણ લીઝ મંજુર ન કરાઈ હોવા છતાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે રાત દિવસ જેસીબી, હિટાચી જેવા સાધનો દ્વારા રોજના ૧૦૦ થી પણ વધુ ટ્રેકટરો, ડમ્પરો ભરાયને નવાબંદર ખાતે ચાલતા જેટીના પ્રોજેક્ટ તેમજ નેશનલ હાઈવેના પ્રોજેક્ટ નાના મોટા ચાલતા સરકારી રોડ રસ્તા અને બિલ્ડીંગ કામો ખાનગી બાંધકામો દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ વિસ્તાર અને આજુબાજુના તાલુકા વિસ્તારમાં ઠાલવીને લાખો રૂપિયા ગેરકાનૂની પ્રવૃત્તિ હેઠળ ભુમાફિયા કમાઈ રહ્યા છે અને કુદરતી સંપત્તિ ઊઠાવી નદી દરિયા કિનારામાં મોટાં પાયે ખાડા પાડી સૌંદર્ય પ્રાકૃતિને ભારે નુકસાન પહોંચાડી સરકારી મિલ્કતને ખત્મ કરી રહ્યા છે.
ઊચ્ચ અધિકારીથી માંડીને ભુસ્તર ખાતાની કચેરીમાં બેઠેલા પટ્ટાવાળા સુધી છાશવારે અખબારોમાં પ્રસિદ્ધ થતાં સમાચાર પછી જ તંત્ર જાણે મોટી કાર્યવાહી કરવા દોડતું હોય તેમ એક બે ટ્રેકટરોની સામે કાર્યવાહી કરી મોટો દેખાડો કરી ખનીજ નહીં પરંતુ વાહનો જપ્ત કરી તેની ઊંચી કિંમત બતાવી ખનિજ માફીયાઓને છાવરતી હોવાના દેખાડા કરાય છે પરંતુ કોઈ કાર્યવાહી થયાં પછી તપાસ થાય છે ખરી? આ મામલે કોઈ જ સત્ય બહાર આવતું નથી. ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા બેખોફ બનીને લોકોને હાનિકારક પહોંચાડવા સફળતા મેળવી રહ્યા છે!
ઉના તેમજ ગીરગઢડા પંથકમાં ચાલતી ખનિજ રેતી, ગૌચર સરકારી ખરાબા અને ડુંગરા, લાલ માટી ડેમની કપચી દરિયા નદીની રેતી, ગેરકાનૂની ચાલતી વ્હાઈટ સ્ટોન પથ્થર ખાણો પર રેઈડ કરતાં પહેલાં આવી પ્રવૃત્તિઓ કરનાર સુધી માહિતી પહોંચી જાય અને તંત્ર ત્યાં પહોંચે તે પહેલા જ બધી માયા સંકેલી લેવાતી હોય છે અને દેખાવ પુરતાં એક બે ટ્રેક્ટર બતાવી કામગીરી થયાનું રેકર્ડ પર બતાવાય છે. જે સત્યથી તદન વિપરીત હોય છે. દિનપ્રતિદિન સરકારી ખનિજ ખત્મ થતું જાય છે ન તો સરકારને કોઈ રોયલ્ટી મળે છે ન સરકારી ટેજરીમાં આવક થાય છે. માત્રને માત્ર ખનિજ માફીયાઓ અને ભુસ્તર તંત્રના અધિકારી રેવન્યુ અને પોલીસના ખિસ્સામાં બે નંબરી આવક સમાઈ જતી હોવાનું જોવાં મળે છે.
ખનીજ ખોરોના પાપે દેશની કુદરતી સંપત્તિ ખનિજનું ચારે તરફ ખનન થતું હોય છે આવા ખનિજ વહન કરતા વાહનો તેમજ પકડાતા ખનિજ અંગે ભોજયા ભાઈ પણ તપાસ નહીં કરતાં હોવાથી કેટલું ખનિજ સ્થળ પરથી ઊઠાવ્યું છે? કોનાં વાહન છે? ટેક્ષ્ટ વિમા ભર્યા વગર એક જ નંબર પર કેટલાં વાહન ચાલે છે? આ ખનિજ ક્યાં નખાય છે? કેટલી વખત એક જ વાહન પકડાયું છે? તેના માલીક કોણ છે? કોણ મુખ્ય સુત્રધાર ખનિજ માફીયા છે? કોની છત્રછાયા હેઠળ આવી પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે? જે તે વિસ્તારમાં ચાલતી ગેરકાનૂની ખનિજ પ્રવૃત્તિ અંગે અધિકારી પંચાયત અને રેવન્યુ, સિંચાઇ તેમજ વન્ય વિસ્તાર અધિકારી ભુસ્તર તંત્રના ક્યાં અધિકારીએ રેઈડ દરમ્યાન શું કાર્યવાહી થઈ તે બાબતે કોઈ તપાસ ન થતા આવી ગેરકાનૂની પ્રવૃત્તિને વેગ મળી રહયો છે.
નાનાં લોકો પર સુરાપુરા કહેવાતા તંત્ર આવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા સામે ક્યારેય પાસાં કે સંકલીત ગેંગ બનાવી એક બીજાની મીલીભગતથી કરાતી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે ગુજકો જેવાં કાયદાનું શસ્ત્ર ઊપયોગ નહીં કરાતું હોવાથી નદી નાળા દરીયાના કિનારા અને જંગલ ડુંગર અભ્યારણ વિસ્તારોમાં બેફામ ખનિજ ઉઠાવવાની પ્રવૃત્તિ ધમધમતા આ વિસ્તારનું કુદરતી ખનિજ આજુબાજુના તાલુકા સુધી પહોચી રહ્યું છે, તેને ખુલ્લેઆમ તંત્ર અને રાજકીય નેતાનું પાછલે બારણેથી સમર્થન મળતું હોય તો જ ખનિજ માફીયાઓ બે લગામ બની રહ્યા હોવાનો શુર ઉઠ્યો છે. ત્યારે કુદરતી સૌંદર્યને ખતમ કરતા આવા ખનિજ માફીયાઓ સામે માત્ર દંડ વસુલાત નહિ પણ જપ્ત કરવામાં આવતાં વાહનો છુટે નહીં તેવાં કાયદાકીય પ્રક્રિયા કરવાં અધિકારીને ઉચ્ચ અધિકારીઓએ ફરજ પાડવા માંગણી કરવામા આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0