196 ગુનાના 14 આરોપીને LCBએ દબોચ્યા, અસામાજીક તત્વોમાં ફફડાટ
196 ગુનાના 14 આરોપીને LCBએ દબોચ્યા, અસામાજીક તત્વોમાં ફફડાટ
વેરાવળ શહેર પંથકમાં આંતક મચાવનાર વાંદરી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી ગેંગના લીડર સહિત ૧૪ સાગરીતોની એલસીબીએ ધરપકડ કરી છે. આ ગેંગ સામે હત્યાના પ્રયાસ, ગૌ તસ્કરી-કતલ, રાયોટીંગ, મારામારી, લુંટ, ફરજ રૂકાવટ, મહિલા અત્યાચારના ૧૯૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, વેરાવળ સોમનાથ શહેર પંથક અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વસીમ ઉર્ફે ભુરો ઉર્ફે બાબા ગુલાબશા શાહમદાર ફકીર અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો ઇકબાલ ચિનાઇ પટણીએ સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા વાંદરી ગેંગ નામની ટોળકી બનાવીને અનેક પ્રકારના ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ફેલાવ્યુ હતું. આ ટોળકીના સાગરીતો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી છે, ત્યારે ગેંગના લીડર વસીમ ઉર્ફે ભુરો અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો સહિત કુલ ૧૪ સાગરીતો વિરૂધ્ધ વેરાવળ પોલીસમાં ગુનો દાખલ કરી ઝડપી લેવામાં આવ્યા છે.
આ ગુનાઓમાંથી ટોળકીના ગેંગલીડરો તથા સાગરીતોએ એકબીજા સાથે મળીને ૫૩ જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જાણવા મળેલ. જેના આધારે ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં વસીમ ઉર્ફે ભુરો ઉર્ફે બાબા ગુલાબશા શાહમદાર ફકીર (ઉ.વ.૩૨) સામે 25 ગુનાઓ, શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો ઇકબાલ ચિનાઇ (ઉ.વ.૨૫) સામે 18 ગુનાઓ, જીબ્રાન આમદ પંજા (ઉ.વ.૨૪) સામે 24 ગુનાઓ, મોહસીન ઉર્ફે જાડો મુસ્તાક કાજી શેખ (ઉ.વ.૪૦) સામે 8 ગુનાઓ, મુન્તહા ઉર્ફે અલીયો અલી પંજા (ઉ.વ.૨૩) સામે 8 ગુનાઓ, અફઝલ ઉર્ફે ચીપો સત્તાર પંજા (ઉ.વ.૩૦) સામે ૧૫ ગુનાઓ, સુફીયાન ઉર્ફે આમીર આરીફ મલેક (ઉ.વ.૨૩) સામે ૧૪ ગુનાઓ, રફીક ઉર્ફે ટમેટો સતાર ચૌહાણ (ઉ.વ. ૨૫) સામે ૧૩ ગુનાઓ, સોયબ ઉર્ફે ભાયાત હુસેન મુગલ (ઉ.વ.૩૨) સામે ૧૫ ગુનાઓ, શાહીલ ઉર્ફે મીર યુસુફ જેઠવા (ઉ.વ. ૩૦) સામે ૧૦ ગુનાઓ, યાસીન ઇબ્રાહીમ જલાલી ફકીર (ઉ.વ.૩૦) સામે ૧૨ ગુનાઓ, યાકુબ ઉર્ફે વાંદરી ઉર્ફે કારા મહમદ તાજવાણી તુરક (ઉ.વ.૩૨) સામે ૧૧ ગુનાઓ, અયુબ મહમદ તાજવાણી (ઉ.વ.૩૪) સામે ૪ ગુનાઓ, જાવીદ ઉર્ફે વાંદરી મહમદ તાજવાણી (ઉ.વ.૪૨) સામે ૮ ગુનાઓ નોંધાયેલા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0