યુવતીઓને સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ફસાવી પૈસાનો તોડ કરતા હોટેલ સંચાલક સહીત બેની ધરપકડ
યુવતીઓને સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ફસાવી પૈસાનો તોડ કરતા હોટેલ સંચાલક સહીત બેની ધરપકડ
દિવની કેશવ હોટેલમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. દીવના બુચારવાડા, ચેક પોસ્ટ પાસે આવેલી હોટેલ કેશવને માલિકે ભાડે ચલાવવા આપેલી છે પરંતુ, ભાડેની હોટેલના સંચાલક સંજય રાઠોડ (રહે બુચારવાડા, દીવ) અને અલીમસ મન્સૂરી (રહે ઉના) જે હોટેલમાં એક યુવતીની મદદથી સેક્સ્યુઅલ એક્ટિવિટી કરાવી આ અંગત પળોને કેમેરામાં કેદ કરી મોટી રકમનો ટોડ કરતા આ ગેરકાયદેસરનો પર્દાફાશ થયો છે.
છેલ્લા પાંચ માસથી ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિની બાતમી દીવ પોલીસને મળતા એસપીના માર્ગદર્શન મુજબ, દીવ પોલીસે સંજય રાઠોડ અને અલીમસ મન્સૂરીની ધરપકડ કરી હતી. સાથે જ કેશવ હોટેલના રૂમ નં.૨૦૩ માં ગોઠવેલા કેમેરા અને મોબાઈલ વિડીયો રેકોર્ડિંગ કબ્જે કરી વિવિધ ધારાઓ મુજબ, વણાંકબારા કોસ્ટલ પોલીસમાં એફઆરઆઇ નોંધી પીએસઆઇ નિલેશ કાટેકરએ નોંધ્યા બાદ કેસનો તાપસ પીઆઇને સોંપવામાં આવી છે. ત્યારે દીવ પોલીસે આ બન્ને આરોપીની રિમાન્ડ માંગી રિમાન્ડ પુરી થયા બાદ ફરી કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપતા બન્ને આરોપીઓને અમરેલી જેલ હવાલે કર્યા છે. તેમજ આ પ્રકરણમાં અન્ય સંડોવાયેલા લોકોની તાપસ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ દીવની એક હોટેલમાં મુજરા થતા હોવાથી આ હોટેલને તાળા લાગ્યા છે. ત્યારે હવે દીવની હોટેલમાં આવું હનીટ્રેપ જેવું પ્રકરણ બનતા દીવની છબી ખરડાઈ છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિ દીવ આખામાં ચર્ચાનો વિષય બની છે. જો કે, આ કેસમાં સખ્ત કાર્યવાહી કરનાર એસપી સચિન યાદવ અને પોલીસ કર્મીઓની પ્રસંશા થઇ રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0