જ્યોર્જિયાની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના બેરો કાઉન્ટીની અપલાચી હાઈસ્કૂલમાં બની હતી. શાળાને "સખત લોકડાઉન" પર મૂકવામાં આવી છે.
જ્યોર્જિયાની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના બેરો કાઉન્ટીની અપલાચી હાઈસ્કૂલમાં બની હતી. શાળાને "સખત લોકડાઉન" પર મૂકવામાં આવી છે.
જ્યોર્જિયાની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના બેરો કાઉન્ટીની અપલાચી હાઈસ્કૂલમાં બની હતી. શાળાને "સખત લોકડાઉન" પર મૂકવામાં આવી છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે બની હતી. જ્યારે પોલીસને ઘટનાની માહિતી મળી, તો ઘણી ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી. શાળાના અધિકારીઓએ જણાવ્યું કે આ લોકડાઉન અનેક અહેવાલો બાદ લાગુ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જો કે આ આંકડામાં હજુ વધારો થઈ શકે છે.
ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. એક વ્યક્તિને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઘાયલોની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ચાર લોકોના મોત થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. એક શકમંદની અટકાયત કરવામાં આવી છે.
ઘટના પછી, કાયદા અમલીકરણ એજન્સીઓની ટીમોને શાળાની આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવા માટે મોકલવામાં આવી છે. આ ઘટના સમયે શાળામાં 1900 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે અનેક એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી વાહનો મોકલવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેનને ફાયરિંગની ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
જ્યોર્જિયાના ગવર્નરે શું કહ્યું?
જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે આ ઘટનાના સંદર્ભમાં તમામ ઉપલબ્ધ રાજ્ય સંસાધનોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ એક ગંભીર પરિસ્થિતિ છે અને પોલીસે લોકોને શાળાની નજીક ન આવવા વિનંતી કરી છે જેથી ઈમરજન્સી સેવાઓ તેમનું કામ કરી શકે. આ કેસની તપાસ ચાલુ છે, અને અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરશે. આવી ઘટનાઓથી સમાજમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાય છે અને આપણે સૌ આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરીએ તે જરૂરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0