સી.પી.ચોકસી આર્ટસ એન્ડ પી.એલ.ચોકસી કોમર્સ કોલેજના NSS ના છાત્રોને ટ્રાફીક નિયમો સાથે અવગત કરાયા
સી.પી.ચોકસી આર્ટસ એન્ડ પી.એલ.ચોકસી કોમર્સ કોલેજના NSS ના છાત્રોને ટ્રાફીક નિયમો સાથે અવગત કરાયા
ગીર સોમનાથ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા વાહનોથી થતા અકસ્માતો નિવારવા માટે ટ્રાફીક મંથ જન જાગૃતી ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોલીસ મહાનિરક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ દ્વારા વાહનોથી થતા અકસ્માતો નિવારવા માટે સ્કુલ કોલેજ તથા ઇન્ડસ્ટ્રીઝ એરીયા તેમજ જાહેર જગ્યામા જનજાગૃતી કાર્યક્રમો કરી અવેરનેશ લાવવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આ ડ્રાઇવ અંગે વિવિધ કાર્યક્રમો કરવા સુચના આપતા એ.આર.ટી.ઓ ગીર સોમનાથ તથા જીલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ જે.આર.ડાંગરના અધ્યક્ષ સ્થાને ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૦૮ ની ટીમ તથા સી.પી.ચોકસી આર્ટસ એન્ડ પી.એલ.ચોકસી કોમર્સ કોલેજના એન.એસ,એસ વિધાર્થીઓ સહીતની ઉપસ્થિતિમાં ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. વિધાર્થીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા આર ટી ઓ લગતી વિગતોથી માહિતગાર કરવામા આવ્યા હતા તેમજ વાહન ચાલકો નિયમ ભંગ કરનારને ટ્રાફિક નિયમોનુ પાલન કરવા જણાવવામાં આવ્યું હતુ. ત્યારબાદ એનએસએસના વિધાર્થીઓને ૧૦૮ મેડિકલ ટીમ દ્રારા સી.આર.પી.ની તાલીમ આપવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0