ખનીજ કચેરીની ક્ષેત્રીય ટીમે ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખનીજ કચેરીની ક્ષેત્રીય ટીમે ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને ઝડપી પાડી પચ્ચીસ લાખ જેટલો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જીલ્લાના તાલાળા તાલુકાના ભેટાળી ખાતેથી અને સોમનાથ બાયપાસથી નંબર વગરની એક ટ્રોલી બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન માટે પકડવામાં આવ્યા હતાં. તેમજ તાલાલા ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં. જી.જે. ૦૮ સીએમ ૭૯૯૭ અને ટ્રોલી નંબર જીજે. ૧૧ યુ. ૩૦૦૫ બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદે વહન માટે પકડવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત સોમનાથ ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં.જી.જે. ૩૨ એ.એ. ૧૧૨૩ અને ટ્રોલી નંબર જી.જે. ૩૨ ટી. ૧૧૭૨ તેમજ સોમનાથ ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં. જી.જે. ૩૨ એ.એ. ૫૩૧૩ અને નંબર વગરની ટ્રોલી બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન માટે પકડવામાં આવ્યાં હતાં
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0