મોંઘી EMIમાંથી કોઈ રાહત નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે
મોંઘી EMIમાંથી કોઈ રાહત નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે
મોંઘી EMIમાંથી કોઈ રાહત નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે. ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યા છે. નોંધનીય છે કે આનાથી લોનનો હપ્તા પર કોઈ અસર પડશે નહીં.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીના છ સભ્યોમાંથી 5 સભ્યોએ રેપો રેટમાં ઘટાડો ન કરવાનો મત આપ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો આરબીઆઈના 4 ટકાના સહનશીલતા બેન્ડથી નીચે હોવા છતાં, આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આરબીઆઈ ગવર્નરે પોતાના સંબોધનમાં કહ્યું કે વૈશ્વિક તણાવ ફુગાવા માટે સૌથી મોટું જોખમ છે. ધાતુઓ અને ખાદ્યપદાર્થોના ભાવમાં તાજેતરના વધારાને કારણે છૂટક ફુગાવાનું જોખમ રહેલું છે. તેમણે કહ્યું કે, જુલાઈ અને ઓગસ્ટમાં કોર ફુગાવો વધ્યો છે અને બેઝ ઈફેક્ટને કારણે રિટેલ ફુગાવાના દરમાં તીવ્ર ઉછાળો આવવાની શક્યતા છે. RBI ગવર્નરે 2024-25 માટે રિટેલ ફુગાવાનો દર 4.5 ટકા રહેવાની આગાહી કરી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ફુગાવો 4.1 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.2 ટકા રહેવાની ધારણા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0