20 કરોડના ખર્ચે 500વિદ્યાર્થીનીઓ માટે નિઃશૂલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે
20 કરોડના ખર્ચે 500વિદ્યાર્થીનીઓ માટે નિઃશૂલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે
ગીર ગઢડાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસ.જી.વી.પી.ના સંત માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સંસ્કાર, સદ વિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ. જી. વી. પી., ગુરુકુળ ખાતે ગુરુકૂળની વિદ્યાર્થીનીઓની બેન્ડની સૂરાવલીઓ વચ્ચે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. મહાનુભાવોના હસ્તે અદ્યતન નૂતન કન્યા છાત્રાલયના નિર્માણમાં યોગદાન આપનાર દાતા અને સમાજશ્રેષ્ઠીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી એ દ્રોણેશ્વર ખાતે એસ.જી.વી.પીના પ્રાર્થના ભવનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, રૂ.૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માળની આ અદ્યતન નૂતન કન્યા છાત્રા લયમાં ૫૦૦ વિદ્યાર્થીનીઓ રહી શકે એવાં અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ રમણીય કેમ્પસમાં દિકરીઓ માટે નિઃશુલ્ક સર્વશ્રેષ્ઠ અભ્યાસ સાથે સંસ્કારમય વાતાવરણ પ્રાપ્ત થવાનું છે. એસ.જી.વી.પી. ગુરુકુલના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની દિર્ઘદ્રષ્ટિના ફળ સ્વરૂપે ઉત્તમ સંકુલ નિર્માણ થશે. આ પરિસરમાં પ્રાર્થના હોલ, કિચન, એડમિન ઓફિસ, વિદ્યાર્થીનીઓના રૂમ, ડાઈનિંગ હોલ, ગેસ્ટ ડાઈનિંગ, રેક્ટર ઓફિસ, વાંચનાલય, મેડિકલ રૂમ, રેક્ટર રૂમ સહિત હોમ સાયન્સ, ભરત કલા, નૃત્ય એકેડમી, આઈ.ટી.ગ્રાફિક્સ, બ્યૂટી પાર્લર, નૃત્ય એકેડમી, જ્વેલરી ડિઝાઈન અને મ્યૂઝિક એકેડમી સહિતના વિવિધ કલાકેન્દ્રોના માધ્યમથી વિદ્યાર્થી નીઓની આંતરિક શક્તિઓને ખીલવા માટે મોકળું મેદાન મળશે. નૂતન કન્યા છાત્રાલયમાં સમગ્રતયાં અભ્યાસની સાથે સાથે ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, બેડમિન્ટન જેવી ઈત્તર પ્રવૃત્તિઓ થકી પ્રકૃતિની નજીક રહી અને નિર્મળ વાતાવરણમાં વિદ્યાર્થીઓના માનસને હકારાત્મક ઉર્જા થકી ઉત્તમ અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી સહિતના સંતો-મહંતો, મહાનુભાવો અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0