છાત્રોએ અદ્દભુત કૃતિઓ રજુ કરી પોતાનું કૌશલ્ય ઝળકાવ્યું
છાત્રોએ અદ્દભુત કૃતિઓ રજુ કરી પોતાનું કૌશલ્ય ઝળકાવ્યું
ઊના શહેરમાં આવેલી પીએમ કુમાર પે સેન્ટર શાળા નંબર 1 ની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાને એસ.એમ.સી.કમિટીના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ કુમાર પે સેન્ટર શાળા નંબર 1 ના સભ્યો હાજર રહીને ખુલ્લો મુકાયો હતો.
શાળાના બાળકો, વાલીઓ અને તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર, બીઆરસી ચંદુભાઈ ડાભી તેમજ શિક્ષણ વિભાગના અધિકારી કેનિ નિરીક્ષક સહિત મોટી સંખ્યામાં શાળાના છાત્રોએ મૂલાકાત લીધી હતી અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળામા મુકાયેલ વિવિધ પ્રકારની કૃતિનુ નિરીક્ષણ કરીને નિહાળી હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લહાવો લીધો હતો. ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોની અંદર ગણિત વિજ્ઞાનની સુઝ સમજણ અને આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે છાત્રોનો વિકાસ થાય તેનું કૌશલ્ય ખીલે, બાળકોના ઉત્થાન માટે ઉત્કર્ષ વાતાવરણને ખિલવી શકાય તેવા આ પ્રદર્શન મેળા યોજી બાળ વૈજ્ઞાનિકો દ્વારા મૂકવામાં આવેલી વિવિધ કૃતિઓ, મોડેલ, ચાર્ટ અને પુસ્તકો વગેરે પ્રદર્શન જોઈ તેને નિહાળી આચાર્યચકિત થયા હતા.
પ્રદર્શન નિહાળનાર બાળકો અને વાલીઓ દ્વારા જ્યારે જે તે કૃતિ અને મોડલના આધારે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તે બાબતે કૃતિ રજૂ કરનાર બાળકો દ્વારા યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. અભ્યાસ દરમિયાન શાળામાં જે પ્રવૃત્તિ થાય છે એમાં વધારો કરવા માટે જે કૃતિની સાથે વૈજ્ઞાનિક સાધનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન મેળાના મુખ્ય કર્તા શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકે મહત્વનું યોગદાન આપી ટુંકા સમયમાં છાત્રોમાં રહેલી આંતર શક્તિને બહાર લાવવા શિક્ષણની સાથે કલાને મહત્વ આપ્યું હતું. આ તકે શાળાના આચાર્યો નયનભાઈ તેમજ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ સહયોગ સાથે પ્રદર્શન મેળાનુ આયોજન કર્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0