કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. તેમણે કહ્યું, ‘હકીકતમાં, આ ICMR અભ્યાસ દર્શાવે છે કે કોરોના રસી આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.’ તેના અહેવાલમાં ICMRએ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતા.
ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજીએ આ અભ્યાસ 18-45 વર્ષની વયના વ્યક્તિઓ પર કર્યો હતો જેઓ સ્વસ્થ હતા અને તેમને કોઈ રોગ નહોતો અને 1 ઓક્ટોબર, 2021 અને 31 માર્ચ, 2023ની વચ્ચે અણધાર્યા કારણોસર અચાનક મૃત્યુ પામ્યા હતા. આ સંશોધન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું.
સંશોધન દરમિયાન, આવા 729 કેસો નમૂના તરીકે લેવામાં આવ્યા હતા જેનું અચાનક મૃત્યુ થયું હતું અને 2916 નમૂના એવા હતા જે હાર્ટ એટેક પછી બચાવી લેવાયા હતા. સંશોધનના તારણો દર્શાવે છે કે કોવિડ-19 રસીના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
સંશોધનમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે, જેમાં મૃતકનું કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના 48 કલાક પહેલાં વધુ પડતો નશો કરવો કે દારૂ પીવો, ડ્રગનો ઉપયોગ અને મૃત્યુ પહેલાના 48 કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) જેવા પરિબળો સામેલ હતા. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ICMR અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ -19 રસીકરણ અને યુવાન વયસ્કોના અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસીકરણની આડ અસરોને ટ્રેક કરવા માટે ‘એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન’ (AEFI) નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રસીકરણ કેન્દ્રો પર એનાફિલેક્સિસ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને રસીકરણ પછી વ્યક્તિને ફરજિયાતપણે 30 મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. AEFI વિશે જાગરૂકતા વધારવા માટે, નડ્ડાએ જણાવ્યું હતું કે રસીની આડઅસરો સંબંધિત કેસોની રિપોર્ટિંગ વધારવા માટે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સરકાર જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે.
કોવિડ રસીની આડઅસરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે કોવિડ વેક્સીનની આડ અસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ વર્ષે 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કોરોના વેક્સિનને કારણે બ્લડ ગંઠાઈ જવા જેવી આડઅસરોનો આરોપ લગાવતી અરજીઓને ફગાવી દીધી હતી. તત્કાલીન ચીફ જસ્ટિસ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું હતું કે આ અરજીઓ માત્ર સનસનાટી ફેલાવવા માટે દાખલ કરવામાં આવી હતી. બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે એપ્રિલમાં કોર્ટમાં સ્વીકાર્યું કે તેમની કોવિડ-19 રસી – કોવિશિલ્ડની આડઅસર થઈ શકે છે ત્યારે કોવિડ રસીની કથિત આડ અસરોના આરોપોએ વેગ પકડ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0