ખેડૂત અને PGVCLના અધિકારી સાથે વાર્તાલાપનો ઓડીઓ થયો વાયરલ
ખેડૂત અને PGVCLના અધિકારી સાથે વાર્તાલાપનો ઓડીઓ થયો વાયરલ
ગીરગઢડાના ધાબાવડ, ઝાંઝરીયા, બોડીદર ફિડરને પ્રાઈવેટ કંપની દ્વારા ઊભા કરાતા પવનચક્કીના થાંભલાના કારણે ધોળા દીવસે વિજ પુરવઠો બંધ કરી દેવાતો હોવાથી ખેતરોમાં કરાયેલા વાવેતરમાં પાણી વાળવા જતા ખેડૂતો મજુરોને વિજ પુરવઠો બંધ કરી દેતા બેસી રહેવું પડે છે અને ખેડૂતો માથે વધારાની મજૂરી આપવાનો બોજ આવી પડતો હોવાથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. રોજની સમસ્યાથી કંટાળી ધાબાવડના ખેડૂતે પીજીવીસીએલ કંપનીના મહિલા અધિકારી સાથે વાત કરીને ઉગ્ર સ્વરૂપ એ પોતાની વ્યથા ઠાલવી હતી અને ઉઘાડા પાડ્યા હોય તેવો ઓડીઓ વાયરલ કર્યો હતો જે ઓડીઓ હાલ સોશિયલ મીડિયા પર ભારે ઝડપી વાયરલ થઇ રહ્યો છે અને તેના પર અનેક પ્રકારની કોમેન્ટ ખેડૂતો અને લોકો કરી રહ્યા છે.
હાલ વાવેતરની સીઝન ચાલુ હોવાથી ખેડૂતોએ કરેલા વાવેતરને પાણી આપવું જરૂરી હોય ત્યારે દિવસભર પવન ચક્કીના પોલ ઊભા કરવા વિજળી પુરવઠો બંધ કરી દેવાતો હોવાના કારણે ખેડૂતો ભારે હેરાનગતિ અનુભવતા હોય અને આ માનસીક ત્રાસમાંથી મુક્તિ મળે તેવો ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.
વાયરલ ઓડીઓના બોલાયેલા શબ્દો
ખેડૂત: પી.જી.વિ.સી.એલમાંથી બોલો છો
અધિકારી: હાં બોલો
ખેડૂત: મેડમ આ ઝાંઝરીયા ફિડર બંધ કરાવ્યું છે તમે
અધિકારી: કંઈ બાજુ
ખેડૂત: ઝાંઝરીયા ફિડર બોડીદરથી
અધિકારી: હાં કટ કરાવ્યું છે અત્યારે
ખેડૂત: તો મેડમ કાલે આખો દિવસ બંધ રહ્યું હતું
અધિકારી: આજે અત્યારે છે ને બે કલાક પુરતું કામ છે
ખેડૂત: વાત સાચિ છે પણ કાલે બંધ હતું તો કરાવી લેવાય ને બે કલાક પુરતું હોય તો
અધિકારી: હું શું કહું છું ખાલી અત્યારે બે કલાક પુરતું બંધ કરાયું છે
ખેડૂત: સાંભળો પેલા મારી વાત સાંભળો તમારી વાત નથી સાંભવી
અધિકારી: તમે કોણ બોલો છો
ખેડૂત: રમેશભાઈ નાથાભાઈ નસીત ગામ ધાબાવડ
અધિકારી: હા બોલો બોલો
ખેડૂત: તમે જે બોલો એ મારાં ફોન માં રેકોર્ડિંગ થાય અને હું બોલુ એ પણ રેકોર્ડિંગ થાય છે સાંભળો મારી વાત
અધિકારી: હા હાં કોઈ વાંધો નહીં
અધિકારી: પહેલાં મારી વાત ધ્યાન થી સાંભળો સવારમાં તમે ૮/૩૦ વાગ્યે પાવર આપી દિધો એટલે અમારા દાડીયા આવી ગયાં પાણી વાળવા અત્યારે તમે વિજ
પુરવઠો કાપી નાખો હવે તમે કહો ૬ વાગ્યે પાવર આવશે એટલે અમારા દાડીયા ને બીજે ક્યાંય જવાનું નહીં એટલે મારે એને ૪૦૦ કે ૪૫૦ આપવાના..
અધિકારી: બરાબર છે
ખેડૂત: એવી મારે બે વાડી છે એટલે મારે ૮૦૦ રૂપિયા ગયા રાત્રે એ પાછા આવે એટલે બીજા ૪૫૦ દેવાના એટલે બે દાડીયા પાછળ મારા ૯૦૦ રૂપિયા જાય એવા ત્રણ ફિડર બંધ કર્યા તો ખેડૂત ને કેવડી નુકશાની છે તમે પણ ખેડૂતની દિકરી છો
અધિકારી: હું તમને એજ કહું છું તમે વધારે હેરાન ન થાવ કે નુકસાન ન જાય એટલે બે કલાક બંધ રખાયું છે
ખેડૂત: બે કલાક બંધ રાખવી હોય તો કાલ કપાઈને પવન ચક્કી વાળા માટે રાખી તો એ અમને દાડીયા નાં પૈસા આપી દેશે
અધિકારી: હું તમને શું કહું છું કે તમે વધારે ટાઈમ હેરાન ન થાવ એટલાં માટેજ બે કલાક પુરતો ટાઈમ લીધો છે
ખેડૂત: તમે લાઈટ અત્યારે શરૂ કરાવો નહીં તો આધડી હું ધારાસભ્ય પાસે જઈશ અને પત્રકાર પાસે જઈશ આ કાયમનો પ્રશ્ન છે
અધિકારી: રમેશભાઈ રે તમને એજ કહું છું કે અત્યારે બે કલાક પુરતું જ કામ છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0