દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને કાયમી ફ્લેટની ચાવીઓ આપી હતી અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમને નિશાન પણ બનાવ્યા હતા
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને કાયમી ફ્લેટની ચાવીઓ આપી હતી અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમને નિશાન પણ બનાવ્યા હતા
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને કાયમી ફ્લેટની ચાવીઓ આપી હતી અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમને નિશાન પણ બનાવ્યા હતા. તેમણે કહ્યું કે આજ સુધી મેં મારા માટે કોઈ ઘર બનાવ્યું નથી… હું પણ મારા માટે શીશ મહેલ બનાવી શક્યો હોત પરંતુ અમારા માટે ગરીબોને ઘર આપવું એ પ્રથમ પ્રાથમિકતા છે.
AAP સરકાર પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીમાં આફત આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓને મોકલવામાં આવતા નાણાંમાં કૌભાંડ થયું હતું. તેમણે કહ્યું કે દિલ્હીની જનતા છેલ્લા દસ વર્ષથી દારૂ કૌભાંડ અને શિક્ષણ કૌભાંડથી પીડાઈ રહી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ અણ્ણા હજારેને આગળ કરીને દિલ્હીની જનતા સાથે ઘોર બેઈમાની કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે દેશભરમાં 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે. હાલમાં દિલ્હીમાં 3000 ઘરો બનવા જઈ રહ્યા છે. આવનારા સમયમાં દિલ્હીના લોકોને હજારો મકાનો આપવામાં આવનાર છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ટૂંક સમયમાં શહેરી ગરીબો માટે એક કરોડ ઘર બનાવવા જઈ રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0