ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મિશન શક્તિ અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના ભાગરૂપે સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ વેરાવળ ખાતે એક નવતર અભિગમ "મિશન ખાખી" કાર્યક્રમ યોજાયો હતો.