જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું છે. આ દુર્ઘટનામાં 2 જવાનો શહીદ થયા છે જ્યારે ત્રણ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.