વાડીમાં રખોપુ કરતા આધેડની ભાલા વડે કરી હતી હત્યા
વાડીમાં રખોપુ કરતા આધેડની ભાલા વડે કરી હતી હત્યા
ઊનાના માઢ ગામે વર્ષ ૨૦૨૦ ના વાડીમા ડુંગળીના માંચડા પાસે વાળુ કરીને રખોપું કરતાં મનુભાઈ ડોડીયા કોળી આધેડ યુવાને બેટરીનો પ્રકાશ ફેંકવા બાબતની સામાન્ય બોલાચાલી બાબતે ભાલાના ધા મારીને ભરત વીરા કોળીએ ખુની ખેલ ખેલી હત્યા કરતા આ કેસ ચાર વર્ષ બાદ ઊનાની સેશન્સ કોર્ટેના જજ કિર્તી દરજીની કોર્ટમાં ચાલી જતા ઈજાગ્રસ્ત ફરીયાદી મહિલા તેમજ સાહેદ પોલીસ ડોક્ટર સહિતના સાહેદોની જુબાની અને દસ્તાવેજી પુરાવા સાંભળ્યા બાદ કોર્ટમા સરકારી વકીલ મોહનભાઈ ગોહેલની દલીલો સાંભળીને હત્યારા ભરત કોળી સામેનો કેસ સાબિત થતા આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ તેના પિતા વિરાભાઈ કોળી સામે ૩૨૩ ની કલમ હેઠળ ગુન્હો સાબીત થતા તેની આર્થિક સ્થિતિ તેમજ તેના ગુન્હાહિત ઈતિહાસ તેમજ પરીવારની સ્થિતી અંગે રિપોર્ટ આવ્યા બાદ હુકમ કરવા નિર્ણય પર કેસ રખાયો છે.
બનાવની વિગત અનુસાર ૧૦ મે ૨૦૨૦ ના ઊનાના માઢ ગામે આવેલ સીમ વિસ્તારમાં ખેતી વાડી ધરાવતા ચાર સંતાનોના પિતા મનુભાઈ કાનાભાઈ ડોડીયા કોળી તેની પત્નિ બાળકો અને અંપગ પિતા માતા સાથે સંયુક્ત પરિવાર વાડીમા રહેતાં હતાં અને ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલ હોય રાત્રિના ૮ વાગ્યાના સમયે વાળુ પાણી કરી ખેતર વચ્ચે બાંધેલા ડુંગળીના માંચડા પાસે બેઠા વાતો કરતા હતાં. આ વખતે વાડીના શેઢા પર લાઈટનો પ્રકાશ મનુભાઈ કાનાભાઈ ડોડીયા કોળીએ ફેંકતા બાજુમાં વાડી ધરાવતા તેના નજીકના સંબંધી વિરાભાઈ કોળી તેમજ તેનાં પુત્ર ભરત કોળીએ આવીને મનુભાઈને ભુંડી ગાળો આપીને સુઈ જવા અંગે ધમકી આપતા આ સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી ગઈ હતી અને ભરત વિરા કોળીએ ભાલુ લાવીને મનુભાઈ ડોડીયાના પેટમાં મારી દેતાં લોહ લુહાણ હાલતમાં ઢળી પડેલ તેમજ ભરતના પિતા વિરા વેલા એ તેના નાના ભાઈના દિકરાની પત્ની મનિષાબેનને તેમજ સગા નાના ભાઈ કાનાભાઈને લાકડી વડે મારમાર્યો હોવાના કારણે ગંભીર ઈજા ગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મનુ કાનાભાઈ ડોડીયાનું મોત નિપજ્યું હતું. આ બાબતે પોલીસમાં મનિષાબેન ઊર્ફે જયાબેન મનુભાઈ ડોડીયાએ તેનાં મોટા સસરા વિરાભાઈ વેલાભાઈ તેમજ તેના પિતરાઈ દેર ભરત સામે હત્યા સહિત અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો.
આ કેસમાં પોલીસે બન્ને પિતા પુત્રની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા ભરત કોળી જેલમાં કસ્ટડીમાં હોય તે દરમિયાન કેસ ઊના સેશન્સ જજ કિર્તી જે દરજીની કોર્ટમાં ચાલી જતાં ઈજાગ્રસ્ત મહિલા ફરીયાદી તેના સસરા પરિવારના નજરે નિહાળનાર સાહેદ, પોલીસ, ડોક્ટર સાક્ષી અને સાહયોગિક પુરાવવા દસ્તાવેજી પુરાવા સાંભળ્યા બાદ ઉના સેશન્સ કોર્ટેના સરકારી વકીલ મોહનભાઈ ગોહેલની દલીલો સાંભળીને હત્યારા ભરત કોળીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ તેના પિતા વિરાભાઈ કોળી સામે ૩૨૩ ની કલમનો ગુન્હો સાબીત થતા પોબેસનલ પર છોડી મુકવાની આરોપીના વકીલની રજુઆતને ધ્યાને રાખીને વિરાભાઈ કોળીની આર્થિક સામાજિક સ્થિતિ અને તેના વાણી વર્તન ગુનાહિત ઇતિહાસ અંગે પોબેશનલ રીપોર્ટ આવ્યા બાદ ઉપરોક્ત ૩૨૩ ની કલમ હેઠળ હુકમ કરવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0