જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકાવીને ભારત પરત ફર્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકાવીને ભારત પરત ફર્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. પીએમ મોદી બુધવારે રાત્રે પ્રવાસ પૂર્ણ કરીને નવી દિલ્હી પાછા ફરવાના હતા, પરંતુ હુમલા બાદ તેમણે પોતાની યાત્રામાં આ ફેરફાર કર્યો છે.
વિદેશ મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં 30 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના લોકો અન્ય રાજ્યોના રજાઓ ગાળવા માટે આવ્યા હતા. 2019 માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે NSA અજિત ડોભાલ, વિદેશ સચિવ અને વિદેશ મંત્રી જયશંકર સાથે બેઠક કરી અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી. આ પછી, પીએમ મોદી ઘણા અધિકારીઓ અને મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.
હુમલો કેવી રીતે થયો?
મંગળવારે બપોરે લગભગ 5 થી 6 આતંકવાદીઓએ પહેલગામ ફરવા આવેલા પ્રવાસીઓ પર હુમલો કર્યો. હુમલો કરનારા તમામ આતંકવાદીઓ પાસે AK-47 હતી અને તેમણે પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો. આ હુમલામાં લગભગ 28 લોકો માર્યા ગયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
ભારત પરત ફર્યા પછી તરત જ, પીએમ નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ સચિવ અને વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી. આ પછી, પીએમ મોદી ઘણા અધિકારીઓ અને મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આ હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે ગુસ્સાની લહેર છે અને ગુનેગારોને સજા આપવાની માંગ થઈ રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0