કાળા હરણ કેસમાં સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. વર્ષ 2024માં તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આટલું જ નહીં તેના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ આખો ખાન પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો
કાળા હરણ કેસમાં સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. વર્ષ 2024માં તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આટલું જ નહીં તેના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ આખો ખાન પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો
કાળા હરણ કેસમાં સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. વર્ષ 2024માં તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આટલું જ નહીં તેના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ આખો ખાન પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ખરેખર તો સલમાન ખાનની સુરક્ષા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. પરંતુ નવા વર્ષની શરૂઆતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત કરવામાં આવી છે. હવે તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બુલેટ પ્રુફ ગ્લાસ લગાવવામાં આવ્યો છે.
સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેલેક્સી એપાર્ટમેન્ટની દરેક બાજુએ હાઈ સિક્યોરિટી ટ્રેસર પણ લગાવવામાં આવ્યા છે. જાણો કેવા ફેરફારો થયા છે.
હાલમાં માત્ર એક બાજુ બુલેટ પ્રુફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે. બીજી તરફ હજુ પણ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત હાઈ સિક્યોરિટી ટ્રેસર પણ લગાવવામાં આવ્યા છે. સલમાન ખાનની સુરક્ષા માટે ઘરની બહાર હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
હકીકતમાં, બાબા સિદ્દીકી હત્યાના કેસમાં, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 85 દિવસ પછી સોમવારે મકોકા કોર્ટમાં 4590 પાનાની ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટ વિવિધ રાજ્યોમાંથી ધરપકડ કરાયેલા 26 આરોપીઓ અને 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. આરોપીઓના નામ - શુભમ લોનકર, જીશાન અખ્તર અને અનમોલ બિશ્નોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ચાર્જશીટમાં કુલ 180 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0