ચોપાટી નજીક બીચ વિક્સાવવવામાં આવશે, 134 લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત
ચોપાટી નજીક બીચ વિક્સાવવવામાં આવશે, 134 લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત
વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો પાસે રસ્તો ડેડલોક થતો હતો. જેને ખોલીને કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. ત્યારે હવે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતા લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે. તેમજ આગામી એક મહિનામાં જ આ સ્થળ ખાતે સી.સી.રોડ અને પેવર બ્લોકના કામથી વેરાવળ ચોપાટી ખાતેના રોડનું વિસ્તૃતિકરણ કરી અને આ રસ્તાને સુંદર બનાવવા ઉપરાંત સ્ટ્રિટલાઈટ્સ, હાઈમાસ્ટ ટાવર સહિતની સુવિધાઓ વિકસાવી સ્થાનિકો અને પ્રવાસીઓની સગવડતાઓ વધે એવા નાગરિકલક્ષી કામો હાથ ધરવામાં આવશે.
કલેક્ટરે વેરાવળ ખાતે આવેલ ચોપાટી પાસે એસ.પી.બંગલોની પાછળ સી.સી.રોડ અને પેવર બ્લોકના રૂ. ૬૮.૧૦ લાખના કામોનું તેમજ પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રીપ્લાન્ટેશન વર્કના રૂ.૬૬.૨૮ લાખનું એમ કુલ રૂ.૧૩૪ લાખના બે કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જિલ્લા કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી તાકિદના ધોરણે આ કામ મંજૂર કર્યું છે અને ઝડપથી આ સ્થળ ખાતે આનંદ પ્રમોદ સાથે બીચ વોલીબોલ અને હેન્ડબોલ જેવી વૈશ્વિક કક્ષાઓની સ્પર્ધાઓનું આયોજન થાય તે દિશામાં પણ તંત્ર કાર્યરત બન્યું છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, કાર્યપાલક ઇજનેર (સ્ટેટ) સુનિલ મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, મામલતદાર, નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણી જયદેવભાઈ જાની સહિત આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0