કોબ ગામે દારૂના નશામા ઘરમા ઘુસી મહિલા સાથે ઝપાઝપી કરી, લોહીલુહાણ મહિલાને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
કોબ ગામે દારૂના નશામા ઘરમા ઘુસી મહિલા સાથે ઝપાઝપી કરી, લોહીલુહાણ મહિલાને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસીને બે શખ્સે દારૂના નશામાં છરીના આઠ ઘા માર્યાની ઘટના બનતા ચકચાર મચી છે. મહિલા અને તેમની પુત્રી દીવથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં આ બન્ને આરોપી બીભત્સ શબ્દો કહેતા મહિલા સાથે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી ઉશ્કેરાઈને બન્ને શખ્સ મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને દીકરીની નજર સામે જ મહિલા સાથે ઝપાઝપી કરી એક શખસે નેફામાંથી છરી કાઢી મહિલાને આડેધડ ઘા ઝીંકી દીધા હતી. માતા પર થયેલો જીવલેણ હુમલો જોઇ દીકરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ હુમલાથી લોહીલુહાણ થયેલી મહિલાને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ઉનાના નવાબંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં જાણે કાયદો-વ્યવસ્થા કથળી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. કોબ ગામે રહેતા લછુબેન રમેશભાઇ બાંભણિયા તેની દીકરી દીવના ડગાચીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કોબમાં જ રહેતા હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયા નામના બે શખ્સ પોતાનું બાઇક લઇ નીકળ્યા હતા. તે દરમિયાન લછુબેન સાથે બોલાચાલી થતા બંને શખ્સો ઉશ્કેરાઈ જઈ લછુબેનને બીભત્સ શબ્દો કહ્યા હતા અને ત્યાંથી બાઇક પર દિવ તરફ નિકળી ગયા હતા. બાદમાં બંને આરોપી દીવ જઈ દારૂ પીને આવી લછુબેન અને તેમની દીકરી ઘરે એકલાં હતાં ત્યારે અચાનક ઘરમાં ઘૂસી જઈ ઝપાઝપી કરી હતી અને મહિલાને દબોચી રાખી એક શખ્સે પેન્ટના નેફામાંથી છરી કાઢીને આડેધડ પીઠ, ચહેરા અને માથાના ભાગે 8 જેટલા ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના સમયે ઘરમાં રહેલી દીકરીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં બન્ને ફરાર થઈ હતા. આ હુમલાથી લોહીલુહાણ થયેલા લછુબેન ઘરમાંથી ધીમે ધીમે બહાર આવ્યા અને ઢળી પડ્યા હતા. જો કે, સમય સુચકતા વાપરી લછુબેનની દીકરીએ આ હુમલાની સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ત્યાં હાજર લોકોએ 108ને જાણ કરતાં લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને તાત્કાલિક ઉનાની ખાનગી સંસ્થાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
વધુ જાણવા મળેલી માહિતી મુજબ, આરોપી હાર્દિક બારૈયાના માતા ઘર કંકાસને લઇ રિસામણે ગયા હતા. જે સમયે હાર્દિક તેના કૌટુંબિક કાકી જશુંબેન પુંજાભાઈ બારૈયા સાથે રહેતો હતો. આ જશુંબેન બારૈયા ઇજાગ્રસ્ત લછુબેનના ઘરે અવારનવાર જતા હોવાથી હાર્દિકને ગમતું ન હતું, જેથી અવાર નવાર બંને વચ્ચે ઝઘડો થતો. જે બાબતનું મનદુ:ખ રાખી હાર્દિકે અક્ષય સાથે મળી ભોગ બનનાર લછુબેનના ઘરમાં ઘુસી આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0