સાયબર ફ્રોડના 13.27 લાખની રકમ પરત અપાવી
સાયબર ફ્રોડના 13.27 લાખની રકમ પરત અપાવી
વેરાવળ પોલીસે સાયબર ફ્રોડના ભોગ બનનાર ૬૩ જેટલા લોકોને તેમની ફ્રોડની રકમ આશરે રૂ.૧૩,૨૭,૫૯૨ જેવી માતબર રકમ પરત અપાવી છે.
હાલમાં નાગરીકોને અવનવી સ્કીમો તેમજ લોભામણી લાલચો આપી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને આઇ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા લોકોમાં જાગૃતતા લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ ફ્રોડના બનાવો આચરનાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગૌસ્વામીએ આવા બનાવો અંગેની તપાસ માટે એક ટીમ કામ કરી રહેલ હોય જેમાં પો.હેડ.કોન્સ.પ્રજ્ઞાબેન ચાવડા, મહિલા પો.કોન્સ. જીજ્ઞાસાબેન વાળા, પો.કોન્સ સંગીતાબેન રાજગોર સહીતની ટીમને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી લાગુ પડતી એજન્સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્યવહાર કરી/કરાવી તેમજ અરજદારો જે બેન્કમાં ખાતુ ધરાવે છે.
તે બેન્ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા અલગ-અલગ રીતે સાયબર ક્રાઇમના ભોગ બનનાર ૬૩ અરજદારને રૂ. ૧૩,૨૭,૫૯૨ પરત અપાવેલ છે અને સાયબર ક્રાઈમની ફરીયાદ માટે હેલ્પ લાઈન નં-૧૯૩૦ તથા www.cybercrime.gov.in વેબસાઇટ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0