મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઈમારત સાત માળની છે. સવારે 6.30 કલાકે આગના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડની 8 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.