સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિ કુમારોએ યજ્ઞ અને પૂજાથી ઉજવણીની શરૂઆત કરી
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિ કુમારોએ યજ્ઞ અને પૂજાથી ઉજવણીની શરૂઆત કરી
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા અલગ-અલગ કોલેજોના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી ખાતે વેરાવળ ચોપાટી ઉત્સવ તથા સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિ કુમારો દ્વારા યજ્ઞ અને પૂજાથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વેરાવળ અનેકવિધ સુંદર સ્થળોથી સજ્જ છે. ચોપાટીના વિકાસથી શહેરીજનોને હરવા-ફરવાનું એક નવું સ્થળ મળશે તેમજ રોજી-રોટી મેળવતા ધંધાર્થીઓને પણ ફાયદો થશે. કલેકટરે ઊંટ, ઘોડાની ફેરી કરતા ધંધાર્થીઓ તેમજ વિવિધ સ્ટોલધારકો સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી. ચોપાટી ઉત્સવમાં વિજ્ઞાન કોલેજ, મહિલા કોલેજ, સવજાણી કોલેજ, ચોક્સી કોલેજ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ કળાના માધ્યમથી નાગરિકોને વીરરસ, હાસ્યરસ સહિત કળાના નવરસનું પાન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ રાજસ્થાની ઘૂમર નૃત્ય, ગરબા અને રાસ, વાંસળીવાદન, પીરામીડ, આર્મી પર્ફોર્મન્સ, તલવારબાજી, લઘુ નાટક, રસ્સાખેંચ, સંસ્કૃત ગરબો સહિતની પ્રસ્તુતીઓ રજૂ કરી હતી. આ સાથે જ સુંદર શણગારેલી બૉટ અને આતશબાજીનો ભવ્ય નજારો પણ માણ્યો હતો.
ચોપાટી ઉત્સવ સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી દરમિયાન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસથી ચોપાટી શોભાયાત્રા યોજાઈ હતી. આ તકે, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, જિલ્લા પુરવઠા અધિકારી પારસ.ડી.વંદા વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપભાઈ બારડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0