જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું. અફઘાનિસ્તાનમાં રાત્રે 11:26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અફઘાનિસ્તાન ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ગઈ. અહીં ભૂકંપની તીવ્રતા 5.4 આંકવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
થોડા દિવસ પહેલા જ આ બંને જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બારામુલ્લામાં 20મી ઓગસ્ટે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. સાંજે 6.45 કલાકે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે દિવસે પણ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નહોતા. બીજી તરફ અફઘાનિસ્તાનમાં દરરોજ ભૂકંપના સમાચાર આવતા રહે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0