તેલંગાણા-આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તેલંગાણા-આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તેલંગાણા-આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 7.20 થી 7.26 વચ્ચે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
હૈદરાબાદ, હનુમાકોંડા, વારંગલ, ખમ્મામ, રંગારેડ્ડી, ભદ્રાદ્રી કોઠાગુડેમ, જગગૈયાપેટ, માનુગુરુ, ગોદાવરી ખાની, ભૂપાલપલ્લી, ચારલા, ચિંતકની, ભદ્રાચલમ, વિજયવાડા, જગગૈયાપેટ, તિરુવુરુ, મંગલાલગીરી, માનગાલાગીરી, માનગુરુ, ચુન્દાલમમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા.લોકો તેમના ઘરો અને એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા.
નંદીગામામાં 7 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી. ગુડીવાડામાં બે સેકન્ડ માટે ધરતી ધ્રૂજી ઉઠી. મુલુગુ જિલ્લાના મેદારમમાં રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગોદાવરી નદીના પટમાં ખૂબ કંપન હોવાનું જાણવા મળ્યું હતું. તેલંગાણામાં 20 વર્ષમાં પહેલીવાર આટલો મોટો ભૂકંપ આવ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવાર માટે ધરતી ધ્રૂજી હતી. ખુરશીઓ પર બેઠેલા ઘણા લોકો આઘાતથી નીચે પડી ગયા. એવું કહેવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર મુલુગુ જિલ્લાના મેદારમ વિસ્તારમાં સ્થિત છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0